Western Railway: રેલવે મુસાફરો માટે સારા સમાચાર, શરૂ થશે ઉધના-ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન
Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા આગામી તહેવારોની સિઝનમાં મુસાફરોની વધતી માંગને પહોંચી વળવા ઉધના અને ભાવનગર ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવે છે.
ટ્રેન નંબર 09021 ઉધના-ભાવનગર સ્પેશિયલ 05 ઓગસ્ટ, 2024 થી 26 ઓગસ્ટ, 2024 સુધી ચાલશે, જે ઉધનાથી દર સોમવારે 22:05 કલાકે ઉપડશે, અને ભાવનગર ટર્મિનસ ખાતે 08:45 કલાકે (આગામી દિવસે) પહોંચશે.
ટ્રેન નંબર 09022 ભાવનગર-ઉધના સ્પેશિયલ 06 ઓગસ્ટ, 2024 થી 27 જુલાઈ 2024 સુધી ચાલશે. તે મંગળવારે ભાવનગર ટર્મિનસથી 19:00 કલાકે ઉપડશે અને 07:10 કલાકે (આગામી દિવસે) ઉધના પહોંચશે.

ઉલ્લેખનીય છે કે, આ ટ્રેન વિશેષ ભાડા સાથે વિશેષ સેવા તરીકે કામ કરશે, અને તેમાં એસી ચેર કાર, સ્લીપર અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
આ રૂટમાં ટ્રેન બંને દિશામાં ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીગ્રામ, સરખેજ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, સોનગઢ, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર ઉભી રહેશે.
નોંધનીય બાબત છે કે, બંને ટ્રેનો માટે બુકિંગ 2 ઓગસ્ટ, 2024ના રોજ તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે.
WR will run 09021/22 Udhna - Bhavnagar Terminus Special for the convenience of passengers and to meet the travel demand.
— Western Railway (@WesternRly) July 31, 2024
The booking for Train No. 09021 & 09022 will open on 2nd August 2024 at all PRS Counters and the IRCTC Website. #WRUpdates pic.twitter.com/3tK5gaS5il
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
