Vande bharat navsari stop : 23મી ઓગસ્ટથી નવસારી રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ
Vande bharat navsari stop : રેલવે મંત્રાલયે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે અને 20901/20902 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નવસારી સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે સ્ટોપ આપવાની મંજૂરી આપી છે.
લોકોની સતત માંગ અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 23 ઓગસ્ટ વંદે ભારત નવસારી ઉભી રહેશે.

આ નવા ફેરફાર મુજબ, 23 ઓગસ્ટથી ગાંધીનગર કેપિટલથી મુંબઈ સેન્ટ્રલ જતી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 20902) સાંજે 5:27 કલાકે નવસારી પહોંચશે અને 5:29 કલાકે ઉપડશે.
આ ઉપરાંત 24 ઓગસ્ટથી મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર કેપિટલ જતી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 20901) સવારે 8:43 કલાકે નવસારી પહોંચશે અને 8:45 કલાકે ત્યાંથી ઉપડશે.
નવસારીમાં આ સ્ટોપ દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે કનેક્ટિવિટી વધારશે. નવસારીના સાંસદ સી.આર. પાટીલે લગભગ 15 દિવસ પહેલા જ આ ટ્રેન નવસારી સ્ટેશન પર ઊભી રહેશે તેવી જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ રેલવે મંત્રાલયે આને સત્તાવાર મંજૂરી આપી છે.
નવસારી હવે ગુજરાતનું 20મું શહેર બન્યું છે જ્યાં વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ છે, જે મુસાફરો માટે એક મોટી સુવિધા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
