દીકરાનુ અકસ્માતમાં મોત થતા પિતાએ પણ લાવ્યો જીવનનો કરુણ અંત
સુરતમાં એક ખૂબ જ કરુણ ઘટના બની ગઈ જ્યાં દીકરાનુ એક માર્ગ અકસ્માતમાં મોત થઈ જતા પિતા આ આઘાત સહન ન કરી શક્યા અને તેમણે પોતાનુ જીવન ટૂંકાવી દીધુ.
સુરતમાં એક ખૂબ જ કરુણ ઘટના બની ગઈ જ્યાં દીકરાનુ એક માર્ગ અકસ્માતમાં મોત થઈ જતા પિતા આ આઘાત સહન ન કરી શક્યા અને તેમણે પોતાનુ જીવન ટૂંકાવી દીધુ. 42 વર્ષના ટેક્સટાઈલ યુનિટના માલિક ભરત ઈટાલિયાનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં રવિવારે ડાભોલી ક્રોસરોડ પાસેના તેમના ઘરેથી મળી આવ્યો. પોલિસને મૃતદેહ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી.

સુસાઈડ નોટમાં ભરત ઈટાલિયાએ લખ્યુ હતુ કે તેઓ તેમના જીવનનો અંત લાવી રહ્યા છે કારણકે તેમનો 19 વર્ષનો દીકરો કે જેનુ મૃત્યુ માર્ચમાં એક માર્ગ અકસ્માતમાં થઈ ગયુ હતુ તે આઘાતને સહન નથી શકતા. આ અંગે ઈટાલિયાના પિતા ધનજીભાઈએ એક ફરિયાદ નોંધાવી હતી. ઈટાલિયાએ જ્યારે આ પગલુ ભર્યુ ત્યારે ઘરમાં કોઈ નહોતુ.
ભરત ઈટાલિયાએ એક દોરડાની મદદની ગ્રિલ સાથે લટકીને પોતાનુ જીવન ટૂંકાવી દીધુ. પરિવારના સભ્યોએ પોલિસને જણાવ્યુ કે દીકરાના મોત બાદ ભરતભાઈ ડિપ્રેશનમાં આવી ગયા હતા. કતારગામ પોલિસ સ્ટેશનના એક પોલિસ અધિકારીએ જણાવ્યુ કે, 'પ્રારંભિક તપાસથી જાણવા મળ્યુ કે ઈટાલિયા પોતાના દીકરાના મોતના કારણે ઉદાસ હતા. તેમને કોઈ આર્થિક મુશ્કેલી નહોતી.'
.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
