Tapi bridge news : અમદાવાદ-મુંબઈ હાઈવે પરનો તાપી બ્રિજ 20 ઓગસ્ટ સુધી બંધ રહેશે
Tapi bridge news : અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 48 પર આવેલા તાપી બ્રિજ પર સમારકામની કામગીરી ચાલી રહી છે. ભરૂચ અને સુરતને જોડતા આ મહત્ત્વના પુલ પરના એક્સપાન્શન જોઈન્ટનું સમારકામ હજુ પૂરું ન થતા વાહનવ્યવહારને લગતી નિયંત્રણોની સમયમર્યાદા લંબાવવામાં આવી છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રબારીએ જાહેરનામું બહાર પાડીને આ બ્રિજ પરના પ્રતિબંધોને 20 ઓગસ્ટ, 2025 સુધી લંબાવવાની જાહેરાત કરી છે.

ભરૂચથી સુરત તરફ જતા વાહનચાલકો માટે ટ્રાફિક વ્યવસ્થામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.
ભારે વાહનો માટે: ભરૂચથી સુરત તરફ જતાં ભારે વાહનોને બ્રિજની ડાબી બાજુના રસ્તાને બદલે વૈકલ્પિક માર્ગ પર વાળવામાં આવશે. આ વાહનોને વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે (પેકેજ-6) દ્વારા ડાયવર્ટ કરવામાં આવશે. આ નિર્ણયનો હેતુ ટ્રાફિકને સરળ બનાવવાનો છે.
ટુ-વ્હીલર માટે: ટુ-વ્હીલર ચાલકો માટે એક્સપ્રેસવે પર પ્રવેશવાની મંજૂરી નથી. આથી, તેઓ તાપી નદી પરના હાલમાં કાર્યરત બીજા પુલનો ઉપયોગ કરી શકશે.
સામેની દિશાનો ટ્રાફિક: જે વાહનો સુરતથી ભરૂચ તરફ જઈ રહ્યા છે, તેઓ બ્રિજની જમણી બાજુના હાલના રસ્તા પરથી પસાર થઈ શકશે. આ માર્ગ પર કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ જાહેરનામું કાયદો અને વ્યવસ્થા જાળવવા અને વાહનવ્યવહાર સરળતાથી ચાલુ રહે તે હેતુથી બહાર પાડવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ચેતવણી આપી છે કે આ આદેશનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
