સાણંદના વીકેન્ડ હોમમાં હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસનો દરોડો
સુરતવાસીઓ માટે હવાઈ મુસાફરીના સારા સમાચાર સામે આવ્યા છે. આગામી 30 માર્ચથી શરૂ થતા સમર શેડ્યૂલમાં સુરતથી ત્રણ નવી ફ્લાઈટ્સ શરૂ થવાની શક્યતા છે.
આ નવા શિડ્યુલ અંતર્ગત સુરત એરપોર્ટને નોઈડા (જેવર), નવી મુંબઈ અને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ સાથે જોડવામાં આવશે. જેનાથી મુસાફરોની કનેક્ટિવિટીમાં મોટો વધારો થશે.

ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા સુરતથી નોઈડા (જેવર) માટેની સેવા શરૂ કરવામાં આવશે. આ ફ્લાઈટ રાત્રે 10 કલાકે સુરત આવશે અને 10:30 કલાકે નોઈડા જવા રવાના થશે.
નવી મુંબઈ માટે સ્ટાર એર દ્વારા અઠવાડિયામાં પાંચ દિવસ ફ્લાઈટ ચલાવવાનું આયોજન છે. આ ફ્લાઈટ સવારે 10:45 વાગ્યે સુરત લેન્ડ થશે અને બપોરે 1:10 વાગ્યે ઉપડશે.
સુરત અને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે પણ સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. આ ફ્લાઈટ વહેલી સવારે ઉપડશે, જેના સમય પર અત્યારે કામગીરી ચાલી રહી છે.
લગભગ ચાર વર્ષ બાદ સુરત-મુંબઈ વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ થવાથી હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગને ફાયદો થશે. અગાઉ આ રૂટ પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળતો હતો.
નોઈડા અને નવી મુંબઈના નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ સાથે જોડાણ થવાથી સુરતની ડોમેસ્ટિક કનેક્ટિવિટી મજબૂત બનશે. ભવિષ્યમાં આ રૂટ્સ ઈન્ટરનેશનલ કનેક્ટિવિટી માટે પણ મહત્વના સાબિત થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
