Surat News: CM ભૂપેન્દ્ર પટેલે સુરતવાસીઓને ₹600 કરોડના વિકાસકામોની આપી ભેટ
Surat News: રાજ્યોના શહેરી વિકાસને વેગ આપવા અને નાગરિકોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાના લક્ષ્ય સાથે 'શહેરી વિકાસ વર્ષ-2025'ની ઉજવણી અંતર્ગત આજે CM ભૂપેન્દ્ર પટેલે સુરતની મુલાકાત લીધી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં CMના હસ્તે સુરત મહાનગરપાલિકા (SMC) અને સુડા (સુરત શહેરી વિકાસ સત્તામંડળ)ના કુલ ₹249 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ₹109.51 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ સિવાય, CMએ અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (URDCL) દ્વારા આકાર લેનારા અંદાજિત ₹242 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. આમ, CMએ સુરતવાસીઓને એક જ દિવસમાં અંદાજિત ₹600 કરોડના વિકાસકામોની ભેટ આપી હતી.

સમગ્ર દેશમાં સુરતે સ્વચ્છતામાં ડંકો વગાડ્યો: CM ભૂપેન્દ્ર પટેલ
આ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશિપનો લાભ આજે સમગ્ર દેશની સાથે ગુજરાતને મળી રહ્યો છે. તેમણે ગર્વ વ્યક્ત કર્યો કે, સમગ્ર દેશમાં સુરતે સ્વચ્છતામાં ડંકો વગાડ્યો છે. સાથે જ તેમણે સૌ લોકોને પોતાના સ્વભાવમાં પણ સ્વચ્છતા કેળવવા પર ભાર મૂક્યો હતો.
CMએ કહ્યું કે, સુરતનો આઉટડોર રિંગરોડ પૂર્ણ થવાથી ટ્રાફિકમાં ઘટાડો થશે અને લોકોની સુવિધાઓમાં વધારો થશે. તેમણે ઉમેર્યું કે, આજે દરેક ક્ષેત્રે નાના માણસને કેન્દ્રમાં રાખીને વિકાસ થઈ રહ્યો છે, જે એક સમયે પડકારજનક જણાતા મોટા કાર્યોને આજે સરળતાથી શક્ય બનાવી રહ્યો છે.
ગ્લોબલ વોર્મિંગ સામે લડવા 'ગ્રીન કવર' વધારવાનો અનુરોધ
ગ્લોબલ વોર્મિંગના કારણે બદલાયેલી વરસાદની પેટર્નનો ઉલ્લેખ કરતાં CMએ 'એક પેડ માં કે નામ' હેઠળ સૌને વૃક્ષારોપણ કરીને ગ્રીન કવર વધારવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે વરસાદના પાણીનો સંપૂર્ણ ઉપયોગ કરીને જળસંચયમાં પણ સૌની સહભાગીદારીની અપેક્ષા વ્યક્ત કરી હતી.
વધુમાં, મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનના વિઝનને કારણે જ આજે કચ્છ બેસ્ટ ટુરિઝમ સ્પોટ બન્યું છે અને એશિયાનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક ખાવડા ખાતે આકાર લઈ રહ્યો છે.
શહેરી વિકાસ માટે ₹30.000 કરોડનું બજેટ ફાળવાયું
સુરત જિલ્લા પ્રભારી અને નાણાં મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વર્ષ 2025-26માં રાજ્યના શહેરી વિસ્તારોના વિકાસ માટે રાજ્ય સરકારે ₹30.000 કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે. ગુજરાતમાં ઝડપથી વધી રહેલા શહેરીકરણને અનુલક્ષીને માળખાકીય સુવિધાઓનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે સુરતને વિશ્વનું ખૂબ જ ઝડપથી વિકાસ પામતું શહેર ગણાવ્યું હતું.
વોટ્સએપ ચેટબોર્ડ ઓનલાઈન પેમેન્ટ સુવિધાનું લોન્ચિંગ
CMના હસ્તે આ અવસરે સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહત્વની ડિજિટલ પહેલનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. ભારત સરકારના 'ડિજિટલ ઇન્ડિયા મિશન'ને સાકાર કરતા, નાગરિકોને પાલિકાની વિવિધ સેવાઓ સરળ, ઝડપી અને પારદર્શક રીતે ઉપલબ્ધ કરાવવા માટે વોટ્સએપ ચેટબોર્ડની ઓનલાઈન પેમેન્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
