સુરત, મુંબઈ અને બેંગલુરુમાં કિશોરીઓ પાસે દેહ વ્યાપાર કરાવનાર બાંગ્લાદેશી પકડાયો
દેશના બેંગલુરુ, મુંબઈ અને સુરત મહાનગરોમાં સગીર કિશોરીઓ પાસે દેહ વ્યાપાર કરાવનાર બાંગ્લાદેશી પકડાઈ ગયો છે.
સુરતઃ દેશના બેંગલુરુ, મુંબઈ અને સુરત મહાનગરોમાં સગીર કિશોરીઓ પાસે દેહ વ્યાપાર કરાવનાર બાંગ્લાદેશી પકડાઈ ગયો છે. ક્રાઈમ બ્રાંચની મિસિંગ સેલે તેને મુંબઈથી પકડ્યો છે. ક્રાઈમ બ્રાંચના એક અધિકારીએ જણાવ્યુ કે દેહ વ્યાપાર કરાવવાના કેસમાં અત્યાર સુધી મહિલા સહિત 7 આરોપીઓને પકડવામાં આવી ચૂક્યા છે. જેમાં મોહમ્મદ મોહસિન મોહમ્મદ નઝરુલ ખાન મુખ્ય ગુનેગાર છે. તે એક સગીર કિશોરીને છેતરીને બાંગ્લાદેશથી ભગાડીને ભારત લાવ્યો હતો.

મોહમ્મદ મોહસિન મોહમ્મદ નજરુલ ખાને કિશોરી પાસે બેંગલુરુ, મુંબઈ અને સુરતના સ્પામાં દેહ વ્યાપાર કરાવ્યો. પહેલા તે બેંગલુરુ ગયો પછી મુંબઈ અને ત્યારબાદ કિશોરીને સુરતના સ્પામાં વેચી. આ રીતે તે દેહ વ્યાપાર કરાવતો હતો. મુંબઈમાં તેણે નકલી પાસપોર્ટ બનાવીને રહેવાની વાત સામે આવી. બાદમાં જાણવા મળ્યુ કે તેની ઘરવાળી પણ આ ધંધામાં સંકળાયેલી છે.
મોહમ્મદ મોહસિન મોહમ્મદ નજરુલ ખાને બેંગલુરુ, મુંબઈ અને સુરત મહાનગરોમાં રહીને વેશ્યાવૃત્તિત કરાવવાની વાત કબૂલી છે. જો કે પોલિસે તેની પૂછપરછ ચાલુ રાખી છે. પોલિસના જણાવ્યા અનુસાર તેની પત્ની પર પણ દેહ વ્યાપારનો આરોપ છે. તે હજુ પણ બાંગ્લાદેશમાં હોવાનુ જાણવા મળ્યુ છે. મિસિંગ સેલે મહિલા સહિત 7 આરોપીને પકડ્યા છે. તેમની પાસેથી પણ માહિતી એકઠી કરવામાં આવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
