સુરતના ઉધનામાં સર્કલ ઓફિસર 10 હજારની લાંચ લેતા પકડાયા
સુરતમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ ઉધના મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભીને રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીના પગલે સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મળતી માહિતી મુજબ, આ કેસના ફરિયાદીના અસીલની એક પ્લોટવાળી જમીનમાં અગાઉના માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવાની અરજી પ્રક્રિયા હેઠળ હતી. આ સરકારી કાર્ય પૂરું કરવાના બદલામાં ઉધના-૩ ના વર્ગ-૩ સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભીએ લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે તુરંત જ સુરત ACB નો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની રજૂઆતના આધારે, ACB ની ટીમે સુનિયોજિત છટકું ગોઠવ્યું. ડાભી ફરિયાદી પાસેથી રૂપિયા 10 હજારની લાંચ સ્વીકારતી વખતે જ ACB દ્વારા તેમને રંગેહાથે દબોચી લેવામાં આવ્યા હતા.
ઉધના મામલતદાર કચેરીના વર્ગ-૩ સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી વિરુદ્ધ ACB એ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત ACB દ્વારા છેલ્લા કેટલાક સમયથી લાંચિયા અધિકારીઓ પર સતત તવાઈ બોલાવવામાં આવી રહી છે, જે ભ્રષ્ટાચાર મુક્ત શાસન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
