સુરત: લવરમુછીયા પ્રેમીએ યુવતીને છરીના ઘા મારી કરી હત્યા
સુરત કામરેજના પાસોદરા પાટિયા પાસે માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જાહેરમાં ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો વીડિયો સામે આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા
સુરત કામરેજના પાસોદરા પાટિયા પાસે માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જાહેરમાં ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો વીડિયો સામે આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. આજે યુવક યુવતીના ઘર બહાર પહોંચી જઇ હંગામો મચાવ્યો હતો.

સુરતના કાપોદરા વિસ્તારમાં રહેતા ફેનિલ નામનો યુવક કામરેજના પાસોદરા ખાતે રહેતી ગ્રીષ્મા નામની યુવતી સાથે એકતરફી પ્રેમમાં હતો. જો કે ગ્રીષ્મા તેને પસંદ કરતી નહતી. ફેનિલ વારંવાર સુરતથી પોતાને મળવા આવતા ગ્રીષ્મા કંટાળી ગઈ હતી અને તેણે પોતાના કાકાને જાણ કરી હતી. શનિવારે સાંજે પણ ફેનિલ ગ્રીષ્માને મળવા માટે પાસોદરા આવ્યો હતો, જ્યાં ગ્રીષ્માના કાકાએ તેને ઠપકો આપ્યો હતો. આથી ઉશ્કેરાયેલા ફેનિલે ગ્રીષ્માના કાકા પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. આ સમયે ગ્રીષ્માનો ભાઈ પણ બચાવવા માટે વચ્ચે પડ્યો હતો, તો ફેનિલે તેના પર પણ ચાકુથી વાર કરીને ઈજા પહોંચાડી હતી.
કાકા અને ભાઈ પર હુમલો થતો જોઈને ગ્રીષ્માએ પણ ફેનિલનો વિરોધ કર્યો હતો. આથી અકળાયેલા ફેનિલે ગ્રીષ્માનું ગળું કાપીને જાહેરમાં હત્યા કરી નાંખી હતી. જાહેરમાં થયેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતાં કામરેજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે પોલીસ આવે તે પૂર્વે ભયના માર્યા ફેનિલે ઝેરી દવા ગટગટાવી દીધી હતી. જે બાદ ઘટના સ્થળે પોલીસને આવેલી જોઈને ફેનિલે પોતાના હાથની નસ કાપી નાંખીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
