સુરતના કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે કલાર્પણ આર્ટ ગ્રૂપની બહેનોએ ૧૧,૧૧૧ સ્કેવેર ફૂટની રંગોળી બનાવી
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં રામમય વાતાવરણ સાથે રોજ-રોજ અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે કતારગામ વસ્તાદેવડી રોડ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે મોટાં મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત આબેહૂબ રામલલ્લાની રંગોળીમાં કેન્દ્રીય રેલ્વે અને ટેક્સટાઇલ રાજયમંત્રી દર્શના જરદોશે રંગો પૂર્યા હતા.

અહીં દર્શના જરદોશે જણાવ્યું કે, સુરત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું શહેર બન્યું છે ત્યારે સુરતે હવે કલા અને આર્ટ ક્ષેત્રે પણ અગ્રેસર થઈને સંદેશો પાઠવ્યો છે. સુરતની કલાર્પણ આર્ટ ગ્રુપની ૪૦ બહેનોએ મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી રિયાલિસ્ટિક શ્રીરામ રંગોળી બનાવવામાં આવી છે.
પહેલી નજરે મનમોહિત થઈ જવાય એવી આ રંગોળી કુલ ૧૧,૧૧૧ સ્કે. ફૂટના વિસ્તારમાં બનાવાઈ છે. આકર્ષક એવી આ રંગોળીમાં અંદાજિત ૧૪૦૦ કિલોથી વધુ વિવિધ કલરના રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિશેષ નોંધનીય બાબત એ છે કે, સંસ્થા સાથે સંકળાયેલી ૪૦ બહેનોએ સવારે ૫ વાગ્યાથી સાંજના ૦૮ વાગ્યા સુધી સતત ૧૫ કલાકની મહેનત સાથે આ રામ ભગવાનની ડિઝાઇનર રંગોળીમાં ધાર્મિક ભાવના સાથે આકર્ષક રંગ પૂર્યા હતા.
મહેંદી આર્ટિસ્ટ નિમિષાબેન અને કલાર્પણ આર્ટ ગ્રુપના આર્ટિસ્ટ નયનાબેન કાત્રોડીયાએ જણાવ્યું કે, અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં થઇ રહેલાં વિવિધ આયોજન વચ્ચે આ આકર્ષક રંગોળી સાથેની આ સજાવટ ભવ્ય શ્રીરામ મંદિરને સમર્પિત છે. અનોખી ડિઝાઇન સાથેની રંગોળી સ્વરૂપે રામાયણના વિવિધ પ્રસંગોને સચિત્ર રજૂ કર્યા બાદ આ રામદરબારની રંગોળી સાથે કલાર્પણ આર્ટ ગ્રૂપ અને સંબંધિત સંગઠનોએ હિન્દુ ધર્મની એકતા અને ધાર્મિક ભાવનાનો સંદેશ આપ્યો છે.
નોંધનીય છે કે, ભગવાન શ્રીરામ લંકાના રાવણનો વધ કરીને ફરી અયોધ્યા આવ્યાં હતા ત્યારે સમગ્ર અયોધ્યામાં દીપ પ્રજજવલન સાથે દિવાળી જેવો માહોલ હતો, તેવો જ માહોલ આ રંગોળી દ્વારા ઉપજતો હોય તેવું તાદ્શ ચિત્ર સુરતની ધરતી ઉપસતું હતું. આ રંગોળીમાં ભવ્ય સજાવટ સાથે રામ સેતુ, ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ, હનુમાનજી સહિતના પાત્રોની છબીને ખૂબ જ સુંદર રીતે રંગોળી દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
આ ભવ્ય રંગોળીના કાર્યક્રમ અંગે યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ માટે નોંધણી પણ કરવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
