સુરતમાં 11 વર્ષની બાળકી પર વારંવાર બળાત્કાર, આરોપી ફરાર
21 વર્ષના એક યુવક 11 વર્ષની એક બાળકી સાથે દોસ્તી કરીને તેને સુરતના ડિંડોલી વિસ્તારની એક હોટલમાં તેની સાથે લઈ ગયો અને તેના પર બળાત્કાર કર્યો.
સુરતઃ 21 વર્ષનો એક યુવક 11 વર્ષની એક બાળકી સાથે દોસ્તી કરીને તેને સુરતના ડિંડોલી વિસ્તારની એક હોટલમાં તેની સાથે લઈ ગયો અને તેના પર બળાત્કાર કર્યો. આરોપી બિટ્ટુ વિનય મિશ્રા કે જે ડિંડોલીમાં અંબિકા રો હાઈસમાં રહે છે તેણે કથિત રીતે નવેમ્બરના પહેલા સપ્તાહમાં બાળકી પર બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ તેણે બાળકીને ધમકી આપવાનુ અને બ્લેકમેઈલ કરવાનુ શરુ કરી દીધુ અને ત્યારપછી શહેરની અલગ-અલગ હોટલોમાં ઘણી વાર બાળકી પર બળાત્કાર કર્યો.

બાળકીએ બાદમાં આ સમગ્ર ઘટનાની જાણ માતાપિતાને કરી. માતાપિતા તેને ડિંડોલી પોલિસ સ્ટેશનમાં લઈ ગયા જ્યાં આરોપી વિરુદ્ધ પોલિસ ફરિયાદ નોંધવામાં આવી. પોલિસે પોક્સો એક્ટ હેઠળ બળાત્કારનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. પોલિસ સૂત્રોના જણાવ્યા મુજબ સગીર બાળકી કે જે સુરતમાં તેના પરિવાર સાથે રહે છે અને તે આરોપીને બે મહિના પહેલા મળી હતી અને બંને દોસ્ત બની ગયા હતા. ત્યારબાદ આરોપીએ તેને હોટલમાં લઈ જવા માટે લલચાવી હતી.
શારીરિક શોષણ માટે આરોપીએ તેમના સંબંધ વિશે જણાવી દેશે તેવી સગીર બાળકીને ધમકી આપતો હતો. બાળકીએ માતાપિતાને આરોપી વિશે અને તે શું કરતો હતો તે જણાવ્યા બાદ માતાપિતા તાત્કાલિક પોલિસ પાસે આવ્યા. પોલિસ તાત્કાલિક તપાસ હાથ ધરીને આરોપીની ધરપકડ કરવા માટે તેને શોધી રહી છે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં જ પાંડેસરા-વડોદમાં મહિના અગાઉ અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની નિર્દયતાપૂર્વક હત્યા કરવાના કેસમાં 38 વર્ષીય આરોપી ગુડ્ડુ યાદવને સોમવારના રોજ ગુનેગાર ઠેરવી આરોપી સામેનો ચુકાદો આજ સુધી મુલતવી રાખ્યો હતો. આરોપીને કડક સજા અપાવવા માટે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ધારદાર દલીલો કરી હતી. તમને જણાવી દઈએ કે 4 નવેમ્બરના રોજ અઢી વર્ષની બાળકીનુ અપહરણ કરીને ગુડ્ડુ યાદવ ઝાડીઓમાં લઈ ગયો હતો. જ્યાં બાળકી પર દુષ્કર્મ કરી તેનુ ગળુ દબાવી હત્યા કરી દીધી હતી. બે દિવસ પછી આરોપી પોલિસની પકડમાં આવ્યો હતો.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
