સુરતમાં કિન્નરોના સ્વાંગમાં મેલી વિદ્યાના નામે લૂંટતી ગેંગનો પર્દાફાશ!
શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરીની અનેક ઘટનાઓ બની રહી છે. આ સ્થિતિમાં શહેરમાં વ્યંઢળના રૂપમાં લોકોને લૂંટતી ગેંગને પોલીસે શોધી કાઢીને કસ્ટડીમાં લીધી છે.
સુરત : શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરીની અનેક ઘટનાઓ બની રહી છે. આ સ્થિતિમાં શહેરમાં વ્યંઢળના રૂપમાં લોકોને લૂંટતી ગેંગને પોલીસે શોધી કાઢીને કસ્ટડીમાં લીધી છે. ટોળકીમાં સામેલ ત્રણ જણને પકડીને પોલીસે તેમની પાસેથી 2.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ગુપ્ત બાતમીના આધારે લાલ દરવાજા સ્થિત ખોડિયાર માતાના મંદિર પાસેથી પસાર થતા રાજકોટના મહેશનાથ પરમાર અને બાબુનાથ પરમાર અને રિક્ષાચાલક રામસેવક શર્માની અટકાયત કરી હતી. જેમની પાસેથી પોલીસે દાગીના અને રોકડ સહિત તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. તેઓએ 20 ફેબ્રુઆરીએ જ વરાછા વિસ્તારમાંથી આ તમામ ચોરી કરી હતી. ટોળકીમાં મહેશનાથ વ્યંઢળ બનીને માતાની પૂજા કે મેલીવિદ્યા દૂર કરવાના બહાને ઘરમાં ઘુસી જતો હતો. જે બાદ પ્રસાદ આપવાના બહાને તે સભ્યોને નશીલા પદાર્થ પીવડાવીને બેભાન કરતો હતો.
ઘરના સભ્યોને બેભાન કર્યા બાદ બંને જણ મળીને ઘરનો તમામ સામાન ગાયબ કરી દેતા હતા. ગાંધીનગર, અમદાવાદ, ડીસા, પંચમહાલ, રાજકોટ, વડોદરા, ભડોચ અને કચ્છ સહિત ગુજરાતમાં કિન્નરના વેશમાં ચોરી કરનાર મહેશનાથ સામે ગુનો નોંધાયો છે. વર્ષ 2014 થી 2020 દરમિયાન લગભગ 15 કેસમાં તેની અટકાયત કરવામાં આવી છે.
જણાવી દઈએ કે મહેશનાથ અને બાબુનાથ બંને ખૂબ જ ચાલાક ચોર છે. ચોરી કરવા સુરત આવ્યો ત્યારથી તે રિક્ષાચાલક રામસેવક શર્માને હોટલમાં ભાડે રૂમ લઈને બોલાવતો હતો. મહેશનાથ રિક્ષામાં બેસતાની સાથે જ કપડાં બદલી નાખતો અને પુરુષમાંથી વ્યંઢળ બની જતો. આ પછી પોતાનો શિકાર બનાવ્યા બાદ ફરીથી રિક્ષામાં બેસીને સામાન્ય માણસ બની જતો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
