ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે આઈકોનિક વીકની ઉજવણી કરાઇ!
વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે ન્યુક્લિયર પાવર કાર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આઇકોનિક વીકની ઉજવણી કરવામાં આવી.
વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે ન્યુક્લિયર પાવર કાર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આઇકોનિક વીકની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિશે સમજ કેળવે એ માટે જિલ્લાની વિવિધ શાળાના 8 થી 12ના અંદાજે 400 વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો.

આ એક વીકના કાર્યક્રમમાં સલામત સસ્તી અને વિશ્વસનીય ઉર્જાનો સ્ત્રોત વિષય પર નિબંધ સ્પર્ધા યોજાઇ હતી. સ્વચ્છ ઉર્જા, હરિત ઉર્જા વિષય પર ચિત્રકામ સ્પર્ધા, પરમાણુ ઉર્જા અને આપણુ પર્યાવરણ વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર ભારત: આશાઓ અને પડકારો વિષય પર પાવર પોઈન્ટ પ્રેજેંટેશન કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું. પરમાણુ ઉર્જા પર પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ કાકરાપારના વૈજ્ઞાનિકોનું લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. જેમાં પરમાણુ ઊર્જાના ભારત જેવા વિકાસશીલ દેશ માટેના ફાયદા, પરમાણુ ઉર્જા કેવી રીતે સલામત સસ્તી અને વિશ્વસનીય ઉર્જાનો સ્ત્રોત છે એ બધી બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. વિવિધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઈનામ આપવામાં આવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
