Drugs in Gujarat: ઉદવાડા કિનારેથી મળ્યા ચરસના પેકેટ, 11 કિલો 800 ગ્રામ ચરસ જપ્ત
Drugs in Gujarat: તાજેતરના વર્ષોમાં માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે જ નહીં, પરંતુ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પણ ડ્રગ્સના પેકેટનું આગમન થયું છે.
તાજેતરના સોમવારના રોજ વલસાડ જિલ્લાના પારડી સ્થિત ઉદવાડા કાંઠે સ્થાનિક લોકો દ્વારા 11 કિલો 800 ગ્રામ જથ્થાના ચરસના પેકેટ જોવા મળ્યા હતા.
આ ચરસની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂપિયા 50 લાખ આસપાસની કિંમતના 10 પેકેટના બંડલ મળી આવ્યા હતા. જેના પર ઉર્દૂ ભાષામાં લખેલું હતું.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિકોએ આ અંગે જાણ કર્યા બાદ પોલીસની ટીમ દરિયાકિનારે દોડી ગઈ હતી, અને દવાઓને ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, તારીખ 1 ઓગષ્ટથી 7 ઓગષ્ટ સુધીના સમયગાળા દરમિયાન ગુજરાત પોલીસે અલગ અલગ 9 સ્થળે રેડ કરીને રૂપિયા 836.36 કરોડની કિંમતનો ચરસ, ગાંજો અને ટ્રામાડોલ લિક્વીડ ટેબ્લેટ સહિતનો મુદ્દામાલ સીઝ કર્યા છે. આ સાથે કુલ 14 આરોપીઓ સામે નાર્કોટીક્સના ગુના દાખલ કરવામાં આવ્યા છે.
નોંધનીય બાબત છે કે, અમદાવાદ શહેર, પશ્ચિમ કચ્છ, નવસારી, પશ્ચિમ રેલવે વડોદરા પોલીસ અને સી.આઇ.ડી ક્રાઇમ દ્વારા રૂપિયા 2.38 લાખના ગાંજાના 25.632 કિલો મુદ્દામાલ સાથે 7 આરોપીઓને પકડી તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ પોરબંદર અને ગીર સોમનાથ ખાતેથી પોલીસ દ્વારા રૂપિયા 5.32 કરોડથી વધુ કિંમતના 12.041 કિલો ચરસનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
