નવરાત્રિ દરમિયાન 8 લોકોની હત્યા, સુરતમાં પાર્કિંગ મુદ્દે બે સગા ભાઈઓને ઉતાર્યા મોતને ઘાટ
સુરતમાં નવરાત્રિ દરમિયાન હત્યાની 8 ઘટનાઓ સામે આવી ચૂકી છે. નવરાત્રિની આઠમની રાતે સુરતમાં બે સગા ભાઈઓની પાર્કિંગ મુદ્દે થયેલા ઝઘડામાં હત્યા કરી દેવામાં આવી.
અમરોલીના બે સગા ભાઈએ ગરબા રમતા હતા એ દરમિયાન અમુક લોકોએ આવી ગાડી હટાવવાનુ કહેતા બબાલ થઈ હતી. બાદમાં 3 લોકોએ બંને સગા ભાઈઓને છરીના ઘા મારતા ચકચાર મચી ગઈ હતી.

ઘટનાની વિગત મુજબ કોસાડ આવાસના એચ-5ની 348 બિલ્ડિંગ નીચે નવરાત્રિનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. રવિવારની રાતે લગભગ સાડા બાર વાગે પાર્કિંગ મુદ્દે બે સગા ભાઈઓ રાહુલ પિપળે અને પ્રવીણ પિપણેનો અહીં રહેતા યુવકો સાથે ઝઘડો થયો. ઝઘડા પછી યુવક ઘટના સ્થળેથી જતા રહ્યા અને પાંચ મિનિટ પછી પાછા આવીને રાહુલ અને પ્રવીણ સાથે ઝઘડવા લાગ્યા. બબાલ એટલી હદે વધી ગઈ કે આખરે હત્યામાં પરિણમી.
બંને સગા ભાઈઓ મૂળ મહારાષ્ટ્રના બુલદાનાના વતની છે અને વર્ષોથી સુરતમાં અમરોલી વિસ્તારના આવાસમાં રહે છે. મોટા ભાઈ 28 વર્ષીય રાહુલને બચાવવા જતાં નાના ભાઈ પ્રવીણની હત્યા કરી દેવામાં આવી. હુમલાખોરો બંને સગા ભાઈઓ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. મૃતકના પરિવારે આરોપીને કડકમાં કડક સજાની માંગ કરી છે.
ગાડી સાઈડમાં હટાવવા જેવી સામાન્ય બાબતે સગા ભાઈઓની હત્યા થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. આખા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બનાવને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણ વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
