4 ટ્રેનો રિશેડ્યુલ કરાઇ, જાણો અને અસુવિધાથી બચો
Surat : મુંબઈ અને વલસાડથી ઉપડતી અને ગુજરાતના જિલ્લાઓમાંથી પસાર થતી ચાર ટ્રેનોનું આજનું સમયપત્રક રિશેડ્યુલ કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવે પર મુંબઈ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજરે આ માહિતી આપી હતી. શેડ્યૂલ ફેરફારોની વિગતો આ અહેવાલમાં જણાવવામાં આવી છે.
ટ્રેન નંબર 22451 બાંદ્રા ટર્મિનસ-ચંદીગઢ સુપરફાસ્ટ એક્સપ્રેસ - 28 ડિસેમ્બરના રોજ 12:00 કલાકે ઉપડવાની હતી, તે બાંદ્રા ટર્મિનસથી 18:45 કલાકે ઉપડવા માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે.

ટ્રેન નંબર 12909 બાંદ્રા ટર્મિનસ-નિઝામુદ્દીન ગરીબ રથ એક્સપ્રેસ - 28 ડિસેમ્બરના રોજ 17:30 કલાકે ઉપડવાની હતી, તે બાંદ્રા ટર્મિનસથી 18:30 કલાકે ઉપડવા માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે.
ટ્રેન નંબર 09007 વલસાડ-ભિવાની સ્પેશિયલ - 28 ડિસેમ્બરના રોજ 13:50 કલાકે ઉપડનારી ટ્રેનને વલસાડથી 15:50 કલાકે ઉપડવાનું રિશેડ્યુલ કરવામાં આવ્યું છે.
ટ્રેન નંબર 12953 મુંબઈ સેન્ટ્રલ-નિઝામુદ્દીન ઑગસ્ટ ક્રાંતિ તેજસ રાજધાની એક્સપ્રેસ - આ ટ્રેન 28 ડિસેમ્બરે 17:10 કલાકે ઉપડવાની હતી, તે મુંબઈ સેન્ટ્રલથી 19:30 કલાકે ઉપડવા માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. બાંદ્રા ટર્મિનસ-ચંદીગઢ સુપરફાસ્ટ એક્સપ્રેસ સુરતમાંથી પસાર થાય છે. ગુજરાતમાં ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, મહેસાણા અને પાલનપુર પર ઉભી રહેશે.
બાંદ્રા ટર્મિનસ-નિઝામુદ્દીન ગરીબ રથ એક્સપ્રેસ સુરત અને વડોદરામાંથી પસાર થાય છે, જ્યારે વલસાડ-ભિવાની સ્પેશિયલ ટ્રેન વલસાડથી ઉપડે છે, અને સુરત અને વડોદરામાંથી પસાર થાય છે. મુંબઈ સેન્ટ્રલ-નિઝામુદ્દીન ઓગસ્ટ ક્રાંતિ તેજસ રાજધાની એક્સપ્રેસ ગુજરાતના વાપી, વલસાડ, સુરત, ભરૂચ અને વડોદરા સ્ટેશનો પર સ્ટોપ ધરાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
