પરિવારે બેંક સાથે કરી 3 કરોડથી વધુની છેતરપિંડી
પરિવારે 47 પ્લોટ મોર્ગેજ કર્યા હતા, પરંતુ પાવર ઓફ એટર્ની ચલાવીને તેમાંથી 14 પ્લોટ વેચી દીધા હતા અને સપ્ટેમ્બર 2020 થી હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું.
રાજકોટ : એક પરિવારના ચાર વ્યક્તિઓ પર તેમના જીનીંગ વ્યવસાય માટે રૂપિયા 2.5 કરોડ ઉછીના લેવા માટે ગીરવે રાખેલા કેટલાક પ્લોટ વેચીને સહકારી બેંક સાથે છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, પરિવારે 47 પ્લોટ મોર્ગેજ કર્યા હતા, પરંતુ પાવર ઓફ એટર્ની ચલાવીને તેમાંથી 14 પ્લોટ વેચી દીધા હતા અને સપ્ટેમ્બર 2020 થી હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. બેંક મેનેજર ભાર્ગવ પારેખે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે, આરોપી મિલન વઘાસિયા, તેની માતા વિજયા, ભાઈ સુજીત અને પિતા રમેશ ભાગીદારીમાં જીનીંગ મિલ ચલાવે છે. તેઓએ જાન્યુઆરી 2017માં રમેશની માલિકીની 2.28 એકર જમીનના 47 પ્લોટ ગીરો મૂકીને 2.5 કરોડની લોન લીધી હતી. તેઓએ સપ્ટેમ્બર 2020 સુધી હપ્તા ચૂકવ્યા અને ત્યાર બાદ તેઓએ ચુકવણી કરવાનું બંધ કરી દીધું હતું.
બેંકને છેતરપિંડીનો અહેસાસ થયો, જ્યારે તેણે ઉછીના લીધેલા નાણાંની વસૂલાત માટે કેટલાક પ્લોટની હરાજી કરવાની પ્રક્રિયા શરૂ કરી અને તેને ખબર પડી કે, 14 પ્લોટ વેચાયા છે. બેંકની વ્યાજ સહિતની બાકી રકમ 3.51 કરોડ રૂપિયા છે. ચારેય સામે છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્ર સહિત IPCની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
