Rajkot : રાજકોટમાં વિકાસ ધરાશાયી, ઈન્ટરનેશનલ એરપોર્ટની દિવાલ પડતા તંત્રની પોલ ખુલી
Rajkot : આજકાલ ગુજરાતમાં નરેન્દ્ર અને તેમના પછીની સરકારો દ્વારા કરવામાં આવેલો વિકાસ છાપરે ચડીને પોકારી રહ્યો છે. સ્થિતી એ છે કે એક સાંધે અને ત્યાં તેર તુટે છે.
ગુજરાતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની લોકોની રાવ વચ્ચે હવે આ વાતનો પુરાવો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટ એરપોર્ટની દિવાસ ધરાશાયી થતા ઘણા સવાલો ઉભા થયા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આ વરસાદ વચ્ચે રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. હજુ એરપોર્ટ ખુલ્લુ મુકાયાને વર્ષ જેટલો સમય માંડ વિત્યો છે ત્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટની દીવાલ તૂટી પડી છે.
રાજકોટ એરપોર્ટના રનવે નજીક આવેલી 15 ફૂટની દીવાલ ધરાશાયી થઈ છે. જણાવી દઈએ કે, રાજકોટમાં નવા એરપોર્ટના નિર્માણમાં 2 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરાયો છે. આ ઘટના સામે આવ્યા બાદ ગુજરાતમાં ભ્રષ્ટાચારની વ્યાપકતા પર પણ ઘણા મોટા સવાલ ઉભા થયા છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે રાજકોટ એરપોર્ટમાં ભ્રષ્ટાચારની પોલ ખોલતી આ પહેલી ઘટના નથી. હાલમાં જ પવન સાથે ભારે વરસાદને કારણે એરપોર્ટની કેનોપી ધરાશાયી થઈ હતી. એરપોર્ટના પેસેન્જર પીકઅપ અને ડ્રોપ એરિયાની બહારના છત તૂટી પડી હતી.












Click it and Unblock the Notifications
