Rajkot : રાજકોટમાં હોટલના રૂમ કલાકના હિસાબે ભાડે નહીં મળે, પોલીસ એક્શનમાં
Rajkot : રાજકોટ પોલીસ શહેરની હોટલો પર વધુ કડક થઈ છે. પોલીસે હોટલ સંચાલકો સાથે બેઠક કરીને મહત્વની સૂચનાઓ આપી છે. આ સૂચનાઓ અનુસાર, કોઈ પણ યુવક-યુવતીને માત્ર બે કે ત્રણ કલાક માટે રૂમ ભાડે આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ નિર્ણય ખાસ કરીને સ્થાનિક યુગલોને ધ્યાનમાં રાખીને લેવાયો છે, જેથી અનૈતિક પ્રવૃત્તિઓ અને સગીરાઓ સાથેના ગુનાઓ અટકાવી શકાય.

ડીસીપી રાકેશ દેસાઈએ મીડિયાને જણાવ્યું કે, જે વ્યક્તિઓ બહારગામથી આવે છે અને તેમને ખરેખર રોકાણની જરૂર છે તેમને રૂમ આપવામાં કોઈ વાંધો નથી. પરંતુ જો કોઈ સ્થાનિક યુવક કોઈ યુવતીને લઈને આવે તો તેને રૂમની શી જરૂર છે?
તેમણે જણાવ્યું કે આવા કિસ્સાઓમાં ઘણીવાર સગીરાઓને હોટલના રૂમમાં લઈ જઈને તેમની સાથે અઘટિત ઘટનાઓ થતી હોય છે.
પોલીસે હોટલ સંચાલકોને યુવક-યુવતીઓની ઓળખ ચકાસવા માટે પણ કડક સૂચનો આપ્યા છે. જો કોઈ યુવતી મોઢા પર રૂમાલ કે ચુંદડી બાંધીને આવે તો તેને ચહેરો ખુલ્લો કરીને ઓળખ આપવી પડશે.
આ ઉપરાંત યુવતી સાથે આવેલા યુવકના આધારકાર્ડના ફોટો અને તેના ચહેરાનો મેળ ખાતો હોવો ફરજિયાત છે, જેથી કોઈ પણ પ્રકારની ખોટી ઓળખ રજૂ ન કરી શકાય.
આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં સુરક્ષા જાળવવાનો અને કાયદાનું પાલન કરાવવાનો છે. ટૂંકા ગાળાના ભાડાથી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
