Rajkot Fire : રાજકોટની TRP ગેમિંગ ઝોન આગ દુર્ઘટનામાં 6 આરોપીઓ સામે ફરિયાદ દાખલ
રાજકોટના કાલાવાડ રોડ પર TRP ગેમિંગ ઝોનમાં લાગેલી આગે 33 લોકોના જીવ લીધા અને ઘણા લોકો ઘાયલ છે. હવે પોલીસે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી છે.
રાજકોટની ગોઝારી આગ દુર્ઘટનામાં યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

રાજકોટ પોલીસે આરોપીઓ સામે આઈપીસીની કલમો 304, 308, 337 ,338 અને 114 હેઠળ ગુનો દાખલ કર્યો છે.
જણાવી દઈએ કે, યુવરાજસિંહ સહિતના કેટલાક આરોપીઓની પહેલા જ ધરપકડ કરી લેવાઈ છે. હવે તાલુકા પોલીસ આ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરશે.
જણાવી દઈએ કે, ઘટના બાદ રાજ્ય સરકારે એક હાઈ લેવલ એસઆઈટી બનાવી છે અને તેને 72 કલાકમાં પ્રારંભિક તપાસ રિપોર્ટ સોંપવા આદેશ કરાયા છે.












Click it and Unblock the Notifications
