રાજકોટ: રેસકોર્સના બગીચામાં દેખાયા 4 ઝેરી કોબ્રા સાપ, લોકોમાં નાસભાગ
રાજકોટના રેસકોર્સના બગીચામાં એક સાથે 4 ઝેરી કોબ્રા જોવા મળ્યા હતા. બગીચામાં ઝેરી સાપ દેખાતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ઉલ્લેખનિય છેકે અસહ્ય ગરમી અને બફારો થઈ રહ્યો છે. ત્યારે રેસકોર્ષ ગાર્ડન અને સ્ટેડિયમમાં માત્ર અ
રાજકોટના રેસકોર્સના બગીચામાં એક સાથે 4 ઝેરી કોબ્રા જોવા મળ્યા હતા. બગીચામાં ઝેરી સાપ દેખાતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ઉલ્લેખનિય છેકે અસહ્ય ગરમી અને બફારો થઈ રહ્યો છે. ત્યારે રેસકોર્ષ ગાર્ડન અને સ્ટેડિયમમાં માત્ર અડધી કલાકમાં ચાર જેટલા નાના-મોટા કોબ્રા પ્રજાતિના સાપ આંટા મારતા જોવા મળ્યા હતા.
Recommended Video


ગાર્ડનમાં વોકિંગ માટે અને બગીચામાં પરિવારના નાના-મોટા બાળકો સાથે હરવા-ફરવા આવતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. હાલમાં સ્ટેડિયમમાં બાળકોનો ક્રિકેટ કોચિંગનો કેમ્પ ચાલી રહ્યો છે. ત્યારે બાળકોમાં પણ ભયની લાગણી સાથે દોડધામ મચી ગઈ હતી. આથી સામાજિક કાર્યકરે રેસ્ક્યૂ કરી અડધા કલાકમાં જ ચાર ઝેરી કોબ્રા સાપ પકડ્યા હતા.
અહી સ્ટેડિયમના દરવાજા પાસે તેમજ ગાર્ડનમાં વોકિંગ ટ્રેક ઉપર અચાનક એક પછી એક એમ ચાર જેટલા કોબ્રા પ્રજાતિના ઝેરી સાપ નીકળતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. એકબાજુ વોકિંગ ટ્રેક ઉપર અમુક જગ્યાએ લાઈટો બંધ છે અને જ્યાં છે ત્યાં લાઈટની આજુબાજુ ઝાડની ડાળીઓ મોટી થઈને આડી આવી ગઈ હોવાથી લાઈટનો પ્રકાશ ફેલાતો નથી. અમુક જગ્યાએ ઘોર અંધારૂ હોય છે. તેવા સંજોગોમાં આ રીતે ઝેરી સાપ અચાનક જ અસહ્ય ગરમીના કારણે આવી ચડતા ભયનો માહોલ સર્જાયો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
