1 કરોડની કિંમતની ઉલ્ટી સાથે એકની ધરપકડ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાંથી એક વ્યક્તિની 830 ગ્રામ વ્હેલની ઉલ્ટી સાથે ધરપકડ કરવામાં આવી હતી. જેની કિંમત 1 કરોડ રૂપિયા છે.
રાજકોટ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાંથી એક વ્યક્તિની 830 ગ્રામ વ્હેલની ઉલ્ટી સાથે ધરપકડ કરવામાં આવી હતી. જેની કિંમત 1 કરોડ રૂપિયા છે. સ્પર્મ વ્હેલ પ્યુકનું વેચાણ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગેરકાયદેસર માનવામાં આવે છે. તે મોટે ભાગે સુગંધ ઉદ્યોગમાં અત્તર બનાવવા તેમજ કામોત્તેજક પદાર્થો બનાવવા માટે વપરાય છે.

જપ્ત કરાયેલી સામગ્રીને વધુ તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવી
ધરપકડ કરાયેલા 32 વર્ષીય વ્યક્તિ ભાવેશગીરી ગોસ્વામી તેના સ્થાન વિશેની ચોક્કસ માહિતીને પગલે જામનગરની પટેલ કોલોનીમાંથી પકડાયો હતો. પોલીસને માહિતી મળી હતી કે, તે વ્હેલની ઉલ્ટી વેચવા આવ્યો હતો. જપ્ત કરાયેલી સામગ્રીને વધુ તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવી હતી.
ગોસ્વામીએ દરિયા કિનારેથી વ્હેલની ઉલ્ટી મળી હોવાની કબૂલાત કરી
બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમે હજૂ સુધી એફઆઈઆર નોંધાવવાની બાકી છે અને ધરપકડ કરાયેલા વ્યક્તિ સામે સંબંધિત કલમો દાખલ કરવાની છે. એફએસએલ રિપોર્ટ બાદ અમે આ કરીશું. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ના ઇન્સ્પેક્ટર એસએસ નિનામાએ જણાવ્યું હતું કે, ગોસ્વામીએ દરિયા કિનારેથી વ્હેલની ઉલ્ટી મળી હોવાની કબૂલાત કરી હતી.
કિંમત રૂપિયા 1 કરોડથી રૂપિયા 2 કરોડ પ્રતિ કિલોગ્રામ
વ્હેલની ઉલટીને એમ્બરગ્રીસ પણ કહેવાય છે, ઉલટી એ મીણ જેવું પદાર્થ છે, જે સ્પર્મ વ્હેલની પાચન તંત્રમાંથી બહાર આવે છે. તેની શુદ્ધતાના આધારે તેની કિંમત રૂપિયા 1 કરોડથી રૂપિયા 2 કરોડ પ્રતિ કિલોગ્રામ છે. એમ્બરગ્રીસના વેપાર અને કબ્જા પર ભારત અને અન્ય ઘણા દેશોમાં પણ પ્રતિબંધ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
