Lok sabha Election 2024: ક્ષત્રિય આંદોલનના કારણે રાજકોટ બેઠક વધુ સંવેદનશીલ બુથ
Lok sabha Election 2024: ક્ષત્રિય આંદોલનના કારણે રાજકોટ લોકસભા બેઠકમાં અન્ય 210 બુથ સંવેદનશીલ જાહેર કરાયા છે. આ સાથે રાજકોટ મતવિસ્તારમાં સંવેદનશીલ બૂથની કુલ સંખ્યા હવે 1000ને પાર થઈ ગઈ છે.
રાજકોટ જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ, જે બૂથમાં મતદાન ખૂબ ઓછું છે, અથવા જ્યાં આંદોલનની જાણ થઈ છે, તે બૂથને સંવેદનશીલ બૂથ તરીકે ઓળખવામાં આવે છે.
રાજકોટ બેઠકમાં અત્યાર સુધીમાં આવા 822 બૂથ હતા (કુલના 30 ટકા), પરંતુ હવે 210 વધુ ઉમેરાયા છે.

સંવેદનશીલ બૂથમાં પોલીસ, પેરા મિલિટરી ફોર્સ અને માઇક્રો ઓબ્ઝર્વર્સની હાજરી રહેશે. વહીવટીતંત્રે 1032 સંવેદનશીલ મતદાન મથકો પર 12 કંપનીઓને તૈનાત કરવાની દરખાસ્ત કરી છે.
રાજકોટ બેઠકમાં કુલ 2232 મતદાન કેન્દ્રો છે. 1150 બૂથ પરથી વેબ કાસ્ટિંગ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
