રાજકોટના હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટને કાર્ગો સર્વિસની મંજૂરી મળી, સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ-વેપારીઓને થશે ફાયદો
Hirasar International Airport: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો સર્વિસની આજે (29 જુલાઈ) મંજૂરી આપવામાં આવી છે. હિરાસર એરપોર્ટના જૂના ટર્મિનલ બિલ્ડિંગમાં આ કાર્ગો સેવા શરૂ કરાશે. હવે રાજકોટના ઉદ્યોગપતિઓ અને વેપારીઓને માલ-સામાન લાવવા-લઈ જવા માટે અમદાવાદ સુધી ધક્કો ખાવો નહિ પડે. વર્ષ 2023માં PM મોદીએ રાજકોટના હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કર્યુ હતું. ત્યાર બાદ કાર્ગો સર્વિસ શરૂ કરવા આજે મંજૂરી આપવામાં આવી છે.

રાજકોટથી જ વિદેશમાં માલ-સામાન મોકલી શકાશે
Hirasar International Airport in Rajkot: રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટને આજે 29 જુલાઈ 2025ના રોજ કાર્ગો સર્વિસની મંજૂરી મળી છે. હવે સૌરાષ્ટ્રના વેપારીઓ અને ઉદ્યોગકારોએ અમદાવાદ સુધી લાંબા નહીં થવું પડે. તેઓ રાજકોટથી જ વિદેશમાં માલ-સામાન મોકલી શકશે. આ નિર્ણયના કારણે રાજકોટમાં ઓટો પાર્ટ્સ સહિતના ઉદ્યોગોને સીધો ફાયદો થશે. એરપોર્ટના જૂના ટર્મિનલ બિલ્ડિંગમાં આ સર્વિસ શરૂ કરવામાં આવશે. કેન્દ્રના ઉડ્ડયન વિભાગ દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે. હવેથી વેપારીઓ પોતાનો માલ-સામાન કાર્ગો સર્વિસ મારફત હવાઈ માર્ગે મોકલી શકશે.
Rajkot News: રાજકોટના વેપારી સુત્રોના જણાવ્યા પ્રમાણે હિરાસર એરપોર્ટ પર કાર્ગો સર્વિસ શરૂ થઈ તે ખૂબ જ ખુશીની વાત છે. આ સર્વિસને કારણે સમગ્ર સૌરાષ્ટ્રના હજારો વેપારીઓ અને ઉદ્યોગકારોને ફાયદો થશે. તેઓ હવાઈ માર્ગે વિદેશમાં તેમની પ્રોડક્ટ મોકલી શકશે. આ સર્વિસને કારણે ઈમિટેશન અને ગોલ્ડ જ્વેલરીના વેપારીઓને મોટો ફાયદો થશે. સોરાષ્ટ્રના નાના ઉદ્યોગો અને મોરબીના ટાઈલ્સ ઉદ્યોગને પણ આ સર્વિસથી ફાયદો થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
