રાજકોટ શહેરમાં આઠમી સપ્ટેમ્બરથી હેલ્મેટનો ફરજિયાત અમલ થશે, નહીં પહેરો તો થશે દંડ
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટે બુધવારે ટ્રાફિક મુદ્દે યોજાયેલી સુનાવણી દરમિયાન રોંગ સાઈડમાં વાહન ચલાવનાર વાહન ચાલકો સામે લાલ આંખ કરી હતી. કોર્ટે ટ્રાફિક મુદ્દે પોલીસને ટકોર કરતાં કહ્યું હતું કે, ટ્રાફિક નિયમો તોડતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરો. સુનાવણી દરમિયાન જજે કહ્યું હતું કે, મારો ડ્રાઈવર પકડાય તો પણ કાર્યવાહી કરો. કોઈ ઓળખાણ આપીને બચી ના જાય તેનું ધ્યાન રાખો. બીજી તરફ રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં આગામી આઠમી સપ્ટેમ્બરથી ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે.

ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ કરાયું ફરજિયાત
Rajkot News: પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં ડીસીપી પૂજા યાદવે એક પ્રેસનોટ જાહેર કરીને કહ્યું છે કે, શહેરમાં વધતા અકસ્માતોને પગલે આગામી આઠમી સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે. શહેરમા હેલ્મેટ નહીં પહેરનાર વ્યક્તિને દંડ કરવામાં આવશે. હેલ્મેટના કાયદાનો અન્ય મેટ્રો શહેરોની સાથે રાજકોટમાં પણ અમલ કરવામાં આવશે. જેથી ફરીવાર ટ્રાફિક પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણની શકયતાઓ સેવાઈ રહી છે.
ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક અંગેની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, ટ્રાફિક નિયમો તોડતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરો. કોઈ ઓળખાણ આપીને બચી ના જાય તેનું ધ્યાન રાખો. કોર્ટમાં સુનાવણી દરમિયાન જજે કહ્યું હતું કે, મારો ડ્રાઈવર હોય અને પકડાય તો પણ તેની સામે કાર્યવાહી કરો. પોલીસ ટ્રાફિકની સમસ્યાને ગંભીરતાથી લે. કોઈ અધિકારીની ગાડી ટ્રાફિકનો ભંગ કરે તો છોડશો નહીં.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
