જાતીય અપરાધના કેસોની ઝડપી તપાસ પર અમિત શાહે ભાર મૂક્યો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારના રોજ મહિલાઓ અને બાળકો પર બળાત્કાર અને જાતીય અપરાધોના કેસોની વહેલી તપાસની જરૂરિયાત અને સમયબદ્ધ રીતે કડક સજાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
રાજકોટ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારના રોજ મહિલાઓ અને બાળકો પર બળાત્કાર અને જાતીય અપરાધોના કેસોની વહેલી તપાસની જરૂરિયાત અને સમયબદ્ધ રીતે કડક સજાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વાત કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 25મી બેઠક દરમિયાન કહી હતી.
આ બેઠકમાં થયેલી ચર્ચા કરવામાં આવેલા મુદ્દાઓમાં ગ્રામીણ વિસ્તારોમાં બેંકિંગ સેવાઓમાં સુધારો, મહિલાઓ અને બાળકો સામેના બળાત્કાર અને જાતીય અપરાધોના કેસોની દેખરેખ, આવા કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટનો અમલ કરવાનો છે.
હાઇ સીમાં દરિયાઈ માછીમારોની ઓળખની ચકાસણી, દરિયાકાંઠાના રાજ્યો દ્વારા ઊંચા સમુદ્રમાં સામૂહિક બચાવ કામગીરી માટે સ્થાનિક આકસ્મિક યોજનાનો વિકાસ અને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવામાં આવશે.
|
ભારતીય નૌકાદળનું પ્રથમ સ્વદેશી નિર્મિત મિસાઈલ કોર્વેટ છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે, આજે દમણ અને દીવ પ્રશાસન દ્વારા દીવમાં મ્યુઝિયમના રૂપમાં ડીકમીશ્ડ યુદ્ધ જહાજ INS ખુકરીને જનતાને સમર્પિત કરવામાં આવી હતી.
INS ખુકરી (P 49) યુદ્ધ જહાજ એ ભારતીય નૌકાદળનું પ્રથમ સ્વદેશી નિર્મિત મિસાઈલ કોર્વેટ છે, જે 32 વર્ષ સુધી દેશની દરિયાઈ સરહદોની રક્ષા કરવાની વિશિષ્ટતા ધરાવે છે.
છેલ્લા 8 વર્ષથી તમામ કેન્દ્રશાસિત પ્રદેશોના સર્વાંગી વિકાસ માટે @narendramodi સરકાર સતત સમર્પિત ભાવ સાથે કામ કરી રહી છે.
— Amit Shah (@AmitShah) June 11, 2022
આજે દીવમાં ₹74.1 કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ દમણ અને દીવમાં પ્રગતિ અને પ્રવાસનના નવા આયામો ખોલશે તેમજ અહીંની માળખાકીય સુવિધાને મજબૂત કરશે. pic.twitter.com/xPu9zIAkR7
ભારતીય નૌકાદળની બહાદુરી અને બલિદાનનો મહિમા જાણી શકશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે, INS ખુકરી યુદ્ધ જહાજ હવે મ્યુઝિયમના રૂપમાં દીવની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે. અહીં આવતા પ્રવાસીઓ 32 વર્ષથી દેશની સેવાને સમર્પિત આ યુદ્ધ જહાજની મુલાકાત લઈ શકશે અને તેનો ઈતિહાસ અને ભારતીય નૌકાદળની બહાદુરી અને બલિદાનનો મહિમા જાણી શકશે.
आज दीव में दमन व दीव प्रशासन द्वारा सेवामुक्त युद्धपोत INS खुकरी को संग्रहालय के रूप में जनता को समर्पित किया गया।
— Amit Shah (@AmitShah) June 11, 2022
INS खुकरी (P49) युद्धपोत भारतीय नौसेना का पहला स्वदेशी निर्मित मिसाइल कार्वेट है, जिसे 32 साल तक देश की समुद्री सीमाओं को सुरक्षित रखने का गौरव प्राप्त है। pic.twitter.com/a43zFjXzXx
સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે વિસ્તારપૂર્વક ચર્ચા કરી
અમિત શાહે ગુજરાતીમાં ટ્વીટ કર્યું હતું કે, દીવમાં @BJP4DamanDiu ના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અને સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે. આ સાથે કોઈપણ પાત્ર લાભાર્થી મોદી સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભોથી વંચિત ન રહે તે માટે આપણે સૌએ સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરવું પડશે.
|
માળખાકીય સુવિધાને મજબૂત કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી જણાવ્યું છે કે, છેલ્લા 8 વર્ષથી તમામ કેન્દ્રશાસિત પ્રદેશોના સર્વાંગી વિકાસ માટે @narendramodi સરકાર સતતસમર્પિત ભાવ સાથે કામ કરી રહી છે. આજે દીવમાં 74.1 કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ દમણ અને દીવમાં પ્રગતિ અનેપ્રવાસનના નવા આયામો ખોલશે, તેમજ અહીંની માળખાકીય સુવિધાને મજબૂત કરશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
