મનન ફર્ટિલિટી હોસ્પિટલ બિલ્ડિંગમાં લાગી આગ
ગુજરાતના રાજકોટ શહેરમાં રવિવારના રોજ રિનોવેશન હેઠળની ખાનગી હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી. આ આગ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ફાયર અધિકારીએ આ અંગે માહિતી આપી હતી.
રાજકોટ : ગુજરાતના રાજકોટ શહેરમાં રવિવારના રોજ રિનોવેશન હેઠળની ખાનગી હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી. આ આગ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ફાયર અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. ફાયર અધિકારીએ ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, ચાર માળની મનન ફર્ટિલિટી હોસ્પિટલ બિલ્ડિંગના ચોથા માળે સવારે 11.30 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી, ત્યારે હોસ્પિટલમાં કોઈ દર્દી દાખલ ન હતો.

આગમાં કેટલાક કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિક વાયરિંગ, પંખા અને ફર્નિચરને નુકસાન થયું હતું. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ઓફિસર આર. બી. ભાટીએ જણાવ્યું હતું કે, બે ફાયર ટેન્ડર્સ સ્થળ પર દોડી આવ્યા હતા અને 10 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
ફાયર ઓફિસર આર. બી. ભાટીએ જણાવ્યું હતું કે, મનન ફર્ટિલિટી હોસ્પિટલ રિનોવેશન હેઠળ હોવાથી, આગ લાગી ત્યારે ત્યાં કોઈ દર્દી દાખલ ન હતો. હોસ્પિટલ ફાયર સિસ્ટમથી સજ્જ છે અને ત્યાંના કર્મચારીઓએ અગ્નિશામક યંત્રનો ઉપયોગ કરીને આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક દ્રષ્ટીએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાય છે. અધિકારીએ જણાવ્યું કે, આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
