8 April Covid Update : જાણો દેશ, રાજ્ય અને રાજકોટમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ?

છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં કોરોના સંક્રમણના 1,109 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના શુક્રવારના રોજ અપડેટ કરાયેલા ડેટા અનુસાર કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 4,30,33,067 થઈ છે.

8 April Covid Update : છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં કોરોના સંક્રમણના 1,109 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના શુક્રવારના રોજ અપડેટ કરાયેલા ડેટા અનુસાર કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 4,30,33,067 થઈ છે, જ્યારે સક્રિય કેસ ઘટીને 11,492 થઈ ગયા છે.

કોરોના સંક્રમણને કારણે 43 લોકોના મૃત્યુ થયા છે, આ સાથે મૃત્યુની સંખ્યા વધીને 5,21,573 થઈ ગઈ છે, આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા શુક્રવારની સવારે 8 કલાકે અપડેટ કરવામાં આવ્યો હતો.

સક્રિય કેસમાં કુલ સંક્રમણના 0.03 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડ19 રિકવરી રેટ 98.76 ટકા રહ્યો છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું. 24 કલાકના ગાળામાં સક્રિય કોરોના કેસ લોડમાં 147 કેસનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર દૈનિક હકારાત્મકતા દર 0.24 ટકા અને સાપ્તાહિક હકારાત્મકતા દર 0.23 ટકા તરીકે નોંધવામાં આવ્યો હતો.

2/3 થી વધુ આફ્રિકનોને કોવિડ હોઈ શકે છે, જે નોંધાયેલા કરતા 97 ગણા વધુ છે

2/3 થી વધુ આફ્રિકનોને કોવિડ હોઈ શકે છે, જે નોંધાયેલા કરતા 97 ગણા વધુ છે

ગુરુવારના રોજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે, છેલ્લા બે વર્ષમાં બે તૃતીયાંશ કરતાં વધુ આફ્રિકનો કોવિડ19 માં સંક્રમિત થઈ શકે છે,જે નોંધાયેલા કોરોના સંક્રમણના કેસ કરતાં લગભગ 97 ગણા વધુ છે.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં બુધવારના રોજ કોરોના સંક્રમણના 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી.

આસાથે છેલ્લા 24 કલાકમાં 9 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશેવાત કરવામાં આવે તો, અમદાવાદમાં 3, ખેડામાં 2 કેસ તેમજ ગાંધીનગર, કચ્છ અને વડોદરામાં એક-એક કેસ નોંધાયો હતો.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,942 થયોછે. આ સાથે રાજ્યમાં કુલ 12,12,956 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 73 છે.

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કોઇ કેસ, ડિસ્ચાર્જ કે મૃત્યુ નોંધાયું નથી. આ સાથે જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 1965 અનેરાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 732 વ્યક્તિએ કોરોના રસીનો ડોઝ લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X