પતંગની દોરીથી કયાયું જીવન, ઉત્તરાયણના દિવસે 7 લોકોના મોત
મકર સંક્રાંતિના પર્વ એટલે પગંત ચગાવવાનો દિવસ. ગુજરાતીઓ પતંગ ચગાવવાના શોખીન હોય છે. પતંગ ચગાવતા સમયે ઘણીવાર અમુક લોકો એટલે મશગુલ થઇ જાય છે કે અકસ્માતનો શિકાર બને છે.
આ અકસ્માતમાં ઘણીવાર લોકોનો જીવ પણ જતો રહે છે. આવા અકસ્માતોના કારણે ગુજરાતમાં 7 લોકોના મોત થયા છે. જેમાં દોરીથી ગળુ કપાઇ જવા અને ધાબા પરથી પડવા જેવા અકસ્માત જવાબદાર છે.
આ વર્ષે પણ ઉત્તરાયણનો તહેવાર લોહિયાળ બન્યો છે. રાજ્યના દાહોદ, પંચમહાલ, ભાવનગર અને વલસાડમાં સાત લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ તહેવાર પહેલા પણ સુરતમાં એક બાળકી અને 23 વર્ષીય યુવતીનું પતંગની દોરીથી ગળુ કપાઇ જવાના કારણે મોત થયું હતું.

દાહોદના કંથોલિયામાં, 10 વર્ષના છોકરા સિદ્ધાર્થ (ધોરણ 5નો વિદ્યાર્થી) પતંગ લૂંટતા સમયે જીવ ગુમાવ્યો હતો. આ બાળક ઇલેક્ટ્રિક વાયરમાં ફસાયેલી પતંગને ઉતારવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે દરમિયાન તેને જોરદાર કરંટ લાગ્યો હતો, જેના કારણે તેણે જીવ ગુમાવ્યો હતો.
વલસાડના ખાટકીવાળમાં પતંગ ઉડાવતા વખતે 6 વર્ષનો છોકરો ધાબા પરથી પડી ગયો હતો. જે કારણે તેને ગંભીર ઇજા થઇ હતી અને મૃત્યુ પામ્યો હતો. પંચમહાલમાં પતંગની દોરીના કારણે 7 વર્ષના બાળક તરુણ માચીના ગળામાંથી લોહી નીકળ્યું હતું. તેને ઝડપથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. તે તેના મામાના ઘરેથી પરત ફરી રહ્યો હતો, ત્યારે તેના ગળામાં દોરી આવી ગઇ હતી.
વડોદરાના વાઘોડિયા રોડ નજીક પરિવાર ચોકડી પર ચાઈનીઝ ટ્રેક્ટરની ટક્કરથી 20 વર્ષીય અનિકેતનું મોત થયું હતું. તે ટુ-વ્હીલર પર મુસાફરી કરી રહ્યો હતો, પરંતુ તેના ગળામાં દોરી ફસાઈ જવાના કારણે તેણે જીવ ગુમાવ્યો હતો. આવી જ રીતે રાજકોટમાં એક યુવાનનું ધાબા પરથી પડી જવાથી મોત થયું હતું.
મકર સંક્રાંતિના 45 દિવસ પહેલા પતંગની દોરીનો કહેર શરૂ થઈ ગયો હતો. 25 નવેમ્બરના રોજ, ખેડા જિલ્લાના માતરમાં, 27 વર્ષીય બાઇક ચાલકના ગળામાં દોરી ફસાઈ જતાં તેણે જીવ ગુમાવ્યો હતો. 8 જાન્યુઆરીએ નડિયાદમાં દોરીના કારણે 25 વર્ષની યુવતીએ જીવ ગુમાવ્યો હતો. આ સિવાય 11 જાન્યુઆરીના રોજ સુરતમાં એક યુવતી વરાછા બ્રિજ પરથી જઈ રહી હતી, તેના ગળામાં પતંગની દોરી તેના ગળામાં ફસાઈ જતાં તેનું મોત થયું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
