DUSIB ની ખાલી પડેલી જમીનનું થશે ઓડિટ - મનિષ સિસોદિયા
દિલ્હી સરકાર દ્વારા શહેરી આશ્રય સુધાર બોર્ડ (DUSIB) ની ખાલી પડેલી જમીન અને ભવન સંપત્તિઓનું ઓડિટ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ આ માટે અધિકારીઓને આદેશ આપ્યો છે. આ સાથે આ અંગેનો રિપોર્ટ આપવા માટેનો નિર્દેશ આપ્યો છે.
નવી દિલ્હી : દિલ્હી સરકાર દ્વારા શહેરી આશ્રય સુધાર બોર્ડ (DUSIB) ની ખાલી પડેલી જમીન અને ભવન સંપત્તિઓનું ઓડિટ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ આ માટે અધિકારીઓને આદેશ આપ્યો છે. આ સાથે આ અંગેનો રિપોર્ટ આપવા માટેનો નિર્દેશ આપ્યો છે. આ સાથે સાથે અધિકારીઓને પ્રાથમિકતા સાથે એક ઓનલાઇન કોમ્પ્યુટર ઇન્વેન્ટરી સિસ્ટમમાં સ્થાપિત કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે.

આ ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમમાં દરેક મિલકતની સંપૂર્ણ વિગતો સાથે સાથે જીઓ-કોઓર્ડિનેટ્સ, ફોટોગ્રાફ્સ અને ગેરકાયદે કબ્જા અંગેના અહેવાલ વગેરેની વર્તમાનમાં ખાલી પડેલી જમીન અને DUSIB ની બિલ્ડિંગ પ્રોપર્ટીની સંપૂર્ણ વિગતો રહેશે. આ દ્વારા સરકારને સરકારી જમીન પર અતિક્રમણની ગતિવિધિઓને ટ્રેક કરવામાં તેમજ અટકાવવામાં મદદ મળશે.
ઉલ્લેખનીય છે કે, આ આદેશ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા સામાન્ય લોકો દ્વારા નોંધાયેલા કેટલાક અતિક્રમણ અને ગેરકાયદેસર જમીન સંપાદનની ઘટનાઓને ધ્યાનમાં લઈને જાહેર કરવામાં આવ્યો છે.
આ આદેશ જાહેર કરતાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, સરકારી જમીન પર અતિક્રમણ અને ગેરકાયદેસર કબ્જો એક ગંભીર બાબત છે અને તેને દૂર કરવી એ સરકારની પ્રાથમિકતા છે.
આ સાથે મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, DUSIBને સરકારી જમીન પર કબ્જો કરનારાઓ સામે તાત્કાલિક પગલાં લેવા અને DUSIBની ખાલી પડેલી જમીન અને બિલ્ડિંગ એસેટ્સની સ્થિતિને નિયમિતપણે અપડેટ કરવા માટે ઓનલાઇન મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેમાં જીઓ- કોઓર્ડિનેટ્સ, ફોટા, રિપોર્ટ્સ જેવી વ્યાપક વિગતો તેમજ અતિક્રમણ અને ગેરકાયદેસર વ્યવસાયો, ઇન્ચાર્જ અધિકારીની વિગતોનો પણ સમાવેશ થાય છે. આ સિસ્ટમ આપણને સરકારી જમીન પર થતી તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં અને કોઈપણ અતિક્રમણના કિસ્સામાં તાત્કાલિક પગલાં લેવામાં મદદ કરશે.
આ સાથે સાથે DUSIB ના અધિકારીઓને હાલની DUSIB મિલકતોનું થર્ડ પાર્ટી ઓડિટ કરવા તેમજ 15 દિવસના સમયગાળા અગ્રતાના ધોરણે રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, DUSIBનો મુખ્ય ઉદ્દેશ્ય દિલ્હીમાં ઝૂંપડપટ્ટી અને જેજે કોલોનીઓમાં રહેતા લોકોને સરકાર તરફથી વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવાનો અને તેમની જીવનશૈલીમાં ગુણવત્તામાં સુધારો લાવવાનો છે.
મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની સરકારે આ વિસ્તારોમાં રહેતા લોકોને ગુણવત્તાયુક્ત જીવન અને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે બોર્ડ દ્વારા અનેક પહેલ કરવામાં આવી રહી છે. આ સાથે DUSIB જમીનોનું ઓનલાઈન મોનિટરિંગ ગોઠવવું એ પણ એક મહત્વપૂર્ણ પગલું છે, જેથી કરીને સામાન્ય જનતા માટે સરકારી જમીનને જમીન માફિયાઓના કબ્જામાંથી મુક્ત કરી શકાય.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી અર્બન શેલ્ટર ઇમ્પ્રૂવમેન્ટ બોર્ડ એ દિલ્હી સરકારના નિયંત્રણ હેઠળ કામ કરે છે અને તે મુખ્યત્વે DUSIB એક્ટ, 2010 ના દાયરામાં કામ કરે છે. આ કાયદો DUSIB ને અમુક વિસ્તારોને ઝૂંપડપટ્ટી અને જે જે ક્લસ્ટર તરીકે સૂચિત કરવાની સત્તા આપે છે, જ્યાં DUSIB આ વિસ્તારોમાં રહેતા લોકોને વધુ સારી અને મૂળભૂત નાગરિક સુવિધાઓ પૂરી પાડવા માટે કામ કરે છે. આ ઉપરાંત, DUSIBને નાગરિક સુવિધાઓ અને તેમના પુનર્વસનની જોગવાઈ દ્વારા જે જે વસાહતો/જૂથોની સંભાળ લેવાની ભૂમિકા પણ સોંપાઇ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
