Weather Updates : ઉત્તરાખંડમાં Red Alert, તો આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
આગામી 24 કલાકમાં ઉત્તરાખંડના પાંચ જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. રવિવારથી જ દહેરાદૂન, મસૂરી, ઋષિકેશ, ઉત્તરકાશી અને હરિદ્વારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
નવી દિલ્હી 26, જુલાઇ : હાલ સમગ્ર દેશમાં ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઇ છે, ત્યારે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department)ના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં ઉત્તરાખંડના પાંચ જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. રવિવારથી જ દહેરાદૂન, મસૂરી, ઋષિકેશ, ઉત્તરકાશી અને હરિદ્વારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા સોમવારના રોજ (26 જુલાઇ) પણ આ જીલ્લામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા દર્શાવી છે. આ સાથે આ જીલ્લામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ભારે વરસાદને પગલે રુદ્રપ્રયાગ-ગૌરી કુંડ હાઇવે સૌડ઼ી બંધ છે.

ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે
IMDએ ઉત્તરાખંડ સાથે દેશના અન્ય રાજ્યોમાં ભારે વરસાદની શક્યાતા દર્શાવી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન દિલ્હી-NCRમાં હળવો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. જે કારણે લોકોને ગરમીથી રાહત મળે મળશે. IMDએ અહીં યલો એલર્ટ અને મંગળવારના રોજ ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ વિસ્તારમાં વરસાદ સાથે હળવો પવન ફુંકાવાની પણ શક્યતાઓ છે.

હિમાચલમાં ઓરેન્જ એલર્ટ
નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિત-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ સાથે પંજાબમાં પણ ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ છે. આ સાથે પૂરથી પીડિત કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સોમવારે પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. હિમાચલમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.

ઘણા જિલ્લાઓમાં ઘોડાપૂર
ભારે વરસાદને પગલે મહારાષ્ટ્રમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. જેમાં નાગપુર, કોલ્હાપુર, રાયગઢ, રત્નાગિરી અને સાતારા સહિતના કેટલાક જિલ્લાઓ પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. જ્યાં NDRF ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે.
28 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી
સ્કાયમેટના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, રાયલસીમા, તેલંગાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ નોંધાઇ શકે છે, જ્યારે 28 જુલાઈ સુધીમાં પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને છત્તીસગઢમાં વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ તેવી શક્યતાઓ છે.

ગુજરાત સહિત આ રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
આ સાથે 26 અને 27 જુલાઇ સુધી ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, મધ્ય પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત અને અંદમાન-નિકોબાર ટાપુ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાનના પૂર્વ ભાગો, દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તામિલનાડુના કેટલાક ભાગો તેમજ કર્ણાટક, કેરળમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
