રાજ્યસભામાં વિપક્ષના વલણથી સ્પીકર વ્યથિત, ચોધાર આંસુએ રડ્યા વેંકૈયા નાયડુ
રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ બુધવારના રોજગૃહમાં વિપક્ષી સાંસદોના વર્તન પર નારાજગી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. નાયડુએ કહ્યું કે, મંગળવારે જે કરવામાં આવ્યું તેનાથી તેમને ઘણું દુઃખ થયું છે.
નવી દિલ્હી : રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ બુધવારના રોજગૃહમાં વિપક્ષી સાંસદોના વર્તન પર નારાજગી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. નાયડુએ કહ્યું કે, મંગળવારે જે કરવામાં આવ્યું તેનાથી તેમને ઘણું દુઃખ થયું છે. કેટલાક સભ્યો ટેબલ ઉપર ચઢી ગયા હતા, એક સાંસદે ફાઈલને ખુરશી તરફ ફેંકી દીધી હતી.
નાયડુએ કહ્યું કે, રિપોર્ટ ટેબલને ઘણું સન્માન મળ્યું છે, સભ્યો તેના પર ચઢ્યા. આ બધું જોઈને દુઃખ થાય છે. આ બધું કહીને નાયડુ ભાવુક થઈ ગયા અને તેમની આંખમાં આંસુ સરી પડ્યા હતા.
ઈઝરાયલમાં બનેલા પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ભારતમાં ઘણા લોકોની જાસૂસીના કેસમાં તપાસ અને ચર્ચાની માંગણી સાથે વિપક્ષ સંસદમાં સતત હંગામો મચાવી રહ્યો છે. મંગળવારના રોજ પણ કેટલાક સભ્યોએ અવાજ ઉઠાવ્યો હતો, ત્યારબાદ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.

રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ બુધવારના રોજ કાર્યવાહી શરૂ થતાં જ આનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, મંગળવારના રોજ ગૃહમાં જે થયું તે લોકશાહી માટે શરમજનક છે. જ્યારે ઘણા સભ્યો ટેબલ પર ચઢી ગયા ત્યારે ગૃહની ગરિમાને ઠેસ પહોંચી હતી. તેનાથી મને એટલું દુઃખ પહોંચ્યું કે હું આખી રાત ઉંઘી શક્યો ન હતો.
રાજ્યસભાના અધ્યક્ષે કહ્યું કે, કોઈ પણ મુદ્દે ચર્ચા થઈ શકે છે, પરંતુ જે રીતે ઉપદ્રવ હતો તે દુઃખ પહોંચાડે છે. તેમણે વિપક્ષને કહ્યું કે, તમે સરકારને શું કરવા અને શું ન કરવા માટે દબાણ કરી શકતા નથી.
ઉલ્લેખનીય છે કે, ચેરમેન મંગળવારના રોજ હંગામો મચાવનાર સાંસદો સામે પણ કાર્યવાહી કરી શકે છે. કોંગ્રેસના સાંસદ પ્રતાપ સિંહ બાજવા પર સીટ તરફ રૂલ બૂક ઉછાળવાનો આરોપ લગાવ્યો છે.
શું છે પેગાસસનો વિવાદ?
વિશ્વના ઘણા મોટા મીડિયા જૂથોએ એક અહેવાલ પ્રકાશિત કર્યો છે અને એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઇઝરાયલી કંપનીના જાસૂસી સોફ્ટવેર પેગાસસને ફોનમાં મોકલીને ઘણા દેશોમાં હજારો લોકોની જાસૂસી કરવામાં આવી હતી. તેમાં ભારતનું નામ પણ છે.
ભારતમાં બે મંત્રીઓ, અનેક વિપક્ષી નેતાઓ, પત્રકારો, ન્યાયાધીશો, ઉદ્યોગપતિઓ અને કાર્યકરોનાં નામ સામે આવ્યા છે. આ અંગે વિપક્ષી નેતાઓ સરકાર પાસે જવાબ અને તપાસની માંગ કરી રહ્યા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
