દિલ્હી ચૂંટણી પંચનો નવતર પ્રયોગ, તમારા પોલિંગ બૂથને જુઓ લાઇવ
નવી દિલ્હી, 4 ડિસેમ્બર: દિલ્હીમાં આજે ચૂંટણીનો દિવસ છે. 70 બેઠકોવાળી દિલ્હી વિધાનસભાની ચૂંટણી ખૂબ જ સુરક્ષા હેઠળ ચાલી રહી છે. ચૂંટણીનો અડધો દિવસ પસાર થઇ ગયો છે, અત્યાર 1 વાગ્યા સુધી 34 ટકા સુધી મતદાન નોંધાયું હતું. કહેવાય રહ્યું છે કે દિલ્હીમાં કોંગ્રેસ, ભાજપ અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણી જંગ છે.
આ પહેલા દેશના અન્ય ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે. દિલ્હી વિધાન સભાની ચૂંટણીની ખાસ વાત એ છે કે દિલ્હી ચૂંટણી કમિશને એક ખાસ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાનો પ્રયોગ કર્યો છે. દિલ્હી ચૂંટણી પંચે રાજ્યમાં જેટલા પણ પોલીંગ બૂથ છે તે તમામે તમામ પોલીંગ બૂથ પર પોલીસ બંદોબસ્ત ઉપરાંત લાઇવ વેબકાસ્ટ મોનિટરિંગનો ઉપયોગ કર્યો છે.
દિલ્હી ચૂંટણી પંચે આ ખાસ પ્રકારની વ્યવસ્થામાં દિલ્હીના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, અને મધ્ય દિલ્હીના તમામ પોલિંગ બૂથ પર કેમેરા ગોઠવેલા છે, અને એટલું જ નહીં આ દરેક પોલિંગ બૂથનું લાઇવ સ્ટ્રીમિંગ પણ ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. એટલે કે આ સુવિધા થકી દિલ્હીની જનતા પણ એ ધ્યાન રાખી શકે છે કે તેના પોલિંગ બૂથ પર યોગ્ય રીતે વોટિંગ થઇ રહ્યું છે કે નહીં.
આ પ્રકારનું સુરક્ષા થકી કોઇપણ પોલિંગ બૂથ પર અનિચ્છનિય ઘટના બનવાની તકો ખૂબ જ ઓછી થઇ જાય છે. અને કોઇપણ જાતની હેરાફેરી કે ટેકનીકલ ગરબડ પણ સર્જાવાની શક્યતા નહિવત બની જાય છે.
જુઓ તસવીરોમાં લાઇવ સ્ટ્રિમિંગ કેવી રીતે જોઇ શકશો...

દિલ્હી ચૂંટણીનું જુઓ લાઇવ મોનિટરિંગ
સૌથી પહેલા દિલ્હી ચૂંટણી પંચની વેબસાઇટ પર જાવ. અત્રે તમને એક લેટેસ્ટ અપડેટમાં Live Monitoring of Delhi Assembly Elections 2013 લખેલું હશે. આ લિંક પર ક્લિક કરો.

દિલ્હી ચૂંટણીનું જુઓ લાઇવ મોનિટરિંગ
ક્લિક કર્યા બાદ આપ ચૂંટણી પંચની વેબસાઇટ પરથી લાઇવ વેબકાસ્ટની વેબસાઇટ પર આવી જશો. અને અહીં તમને 9 જેટલા ઓપ્શન આપવામાં આવ્યા હશે. તેમાંથી તમારે જે ઝોનના પોલિંગ બૂધને જોવું હોય તેની પર ક્લિક કરો. જેમકે મધ્ય દિલ્હીમાં જોવું છે તો સેન્ટ્રલ પર ક્લિક કરો.

દિલ્હી ચૂંટણીનું જુઓ લાઇવ મોનિટરિંગ
તમે સેન્ટ્રલ ઝોન પર ક્લિક કરશો તો તમને આ પ્રકારના 9 બ્લેન્ક વીડિયો દેખાશે.

દિલ્હી ચૂંટણીનું જુઓ લાઇવ મોનિટરિંગ
કોઇપણ એક વીડિયોના બાજુમાં આપેલ તસવીર પ્રમાણે સૌથી ઉપર આપેલા એરો પર ક્લિક કરો.

દિલ્હી ચૂંટણીનું જુઓ લાઇવ મોનિટરિંગ
એ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ આપની સામે મધ્ય ઝોનમાં આવેલા પોલિંગ બૂથના નામ આવી જશે તમારે જે પોલિંગ બૂથ જોવાનું હોય તેનું નામ સિલેક્ટ કરી લેવું.

દિલ્હી ચૂંટણીનું જુઓ લાઇવ મોનિટરિંગ
પોલિંગ બૂથનું નામ સિલેક્ટ કર્યા બાદ અત્રે આપેલા 'શો કેમેરા' નામના ઓપ્શન પર ક્લિક કરો.

દિલ્હી ચૂંટણીનું જુઓ લાઇવ મોનિટરિંગ
ત્યારબાદ શરૂ થઇ જશે આપે સિલેક્ટ કરેલા પોલિંગ બૂથનું લાવઇ વેબકાસ્ટ. આના થકી આપ પણ આપના પોલિંગ બૂથ પર વોચ રાખી શકશો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
