'યુપીમાં 3 વખત કરવામાં આવ્યો હતો સંજય ગાંધીની હત્યાનો પ્રયત્ન'

સંજય ગાંધીની હત્યાનો પ્રથમ પ્રયત્ન ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યો હતો. ઇમરજન્સી દરમિયાન ઉત્તર પ્રદેશના પ્રવાસ પર હતા અને તેમની હત્યા માટે એક શક્તિશાળી રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમાચાર એક અંગ્રીજી સમાચાર પત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત કરવામાં આવ્યાં છે.
સમાચારમાં છપાયેલા અહેવાલ મુજબ 1976માં અમેરિકી દૂતાવાસે જણાવ્યું હતું કે સુનિયોજિત હત્યાના કાવતરા મુજબ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધી એક હુમલાવરના નિશાના પર હતા, પરંતુ તે આ કાવતરામાં નિષ્ફળ નિવડ્યો હતો. અમેરિકી કેબલમાં એક સૂત્રના હવાલાથી જણાવવામાં આવ્યું હતું કે 30 કે 31 ઓગષ્ટના રોજ એક હત્યારાએ સંજય ગાંધી પર ત્રણ વાર ગોળી ચલાવી હતી. પરંતુ તે બચી ગયા હતા.
આ કેબલમાં ભારતીય ગુપ્તચર સૂત્રોના આધારે બનાવવામાં આવ્યો છે. કેબલમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ગુપ્તચર એજન્સીના અનુસાર, સંજય ગાંધી પર આ હુમલાની કોશિશ ત્રણવાર કરવામાં આવી હતી. તેમાં આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે તેમના પર હુમલાનો આરોપ વિરોધી તત્વો પર લગાવવામાં આવતો હતો.
એક અન્ય કેબલમાં જણાવવામાં આવ્યું હતું કે ઇમરજન્સી પાછળ સંજય ગાંધી અને ઇન્દિરા ગાંધીના અંગત સચિવ આર કે ધવન જેવા 'બિન સૈદ્ધાંતિક' અધિકારવાળા વ્યક્તિનો હાથ હતો. જે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની તાત્કાલિક શક્તિઓ બનાવી રાખવા માટે કાર્ય કર્યું. અત્રે ઉલ્લેખનીય છે કે 23 જૂન, 1980ના રોજ દિલ્હીમાં સંજય ગાંધીનું મોત વિમાન દુર્ઘટનામાં થઇ ગયું હતું. તે વખતે તે 33 વર્ષના હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
