વડાપ્રધાન મોદી પર લાલૂએ લગાવ્યા આ 10 આરોપ
નવી દિલ્હી, 22 ડિસેમ્બર: દિલ્હીમાં આજે હવામાનનો પારો ભલે 5 ડિગ્રી નીચો ગયો હોય, પરંતુ રાજકીય ગરમી પર તેની કોઇ અસર પડી નથી. કેન્દ્રની મોદી સરકાર વિરૂદ્ધ સોમવારે જંતર-મંતર પર આરજેડી, સપા અને જેડીયૂ સહિત 6 પાર્ટીઓ ધરણા પર બેસી અને એકબીજાના સુરમાં સુર મિલાવ્યો.
આ અવસર પર આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવ પણ હાજર રહ્યાં અને તેમણે પોતાના અંદાજમાં મોદી સરકાર પર પ્રહાર કર્યો. લાલૂ પ્રસાદ યાદવે પોતાના સંબોધનમાં જનતા પરિવારની સાથે આવવાની વાત પણ કહી અને મુલાયમ સિંહને પોતાના નેતા ગણાવ્યા. તેમણે વારંવાર અચ્છે દિન, અચ્છે દિન કહી કહીને મોદી સરકાર પર નિશાન સાધ્યું.

લાલૂએ લગાવ્યા આ આરોપ
1- ચૂંટણી દરમિયાન મોદીજીએ કહ્યું હતું કે એક મહિનામાં કાળુનાણું લાવશે, દેશનું દેવું ઉતારશે અને 15-15 લાખ રૂપિયા એકાઉંટમાં જમા કરાવશે. કહો પૈસા ક્યાં ગયા. મોદીજીએ કહ્યું હતું કે અમે અમારી રીતે આવ્યા નથી ગંગાજીએ બોલાવ્યા છે. ખબર છે ને ગંગાજી ક્યારે બોલાવે છે.
2- મુસલમાનોને કોઇ માઇ નો લાલ દેશમાંથી બહાર કાઢી નહી શકે.
3- અચ્છે દિનનો વાયદો કર્યો હતો, હવે નોકરીઓ ક્યાંય ગઇ કહો.
4- છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની, હવે આપણા બધા એક થઇશું, એક ઝંડો હશે.
5- મમતા બેનર્જીને બરબાદ કરવાનો પ્રયત્ન કરી રહી છે મોદી સરકાર.

6- મોદી સરકાર નિષ્ફળ ગઇ છે.
7- રામદેવ ક્યાં છે, તેમને કહો, નરેન્દ્ર મોદીનો હિસાબ ડગમગી રહ્યો છે. આવીને તેમનો હિસાબ-કિતાબ બરોબર કરાવો.
8- એક મહિનો થયો, બે મહિના થયા, છ મહિના થઇ ગયા, પૈસા ક્યાં છે, પૈસા લાવો.
9- આપણે બધા એક થઇ ગયા છીએ, લોકો જૂના દિવસોને ભૂલી જાય. મોદી મીડિયાના માધ્યમથી પ્રચાર કરી રહ્યાં છે, પરંતુ તે જાણતા નથી કે અમે લોકો કોણ છીએ. વધુ દિવસો સુધી અમે લોકો ચૂપ બેસીશું નહી.
10- નરેન્દ્ર મોદીએ 2 કરોડ નોકરીઓ આપવાનો વાયદો કર્યો હતો, તેનું શું થયું. અચ્છે દિન, અચ્છે દિન.. ક્યાં ગય પૈસા, લોકોના એકાઉંટમાં પૈસા જમા કરાવો.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
