AAP નેતાઓ પર ભડક્યા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર, કરશે કાનૂની કાર્યવાહી

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના આમ આદમી પાર્ટીના નેતાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરશે. LG આમ આદમી પાર્ટીના નેતાઓ આતિશી, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને જસ્મીન શાહ વિરુદ્ધ કાર્યવાહી કરશે, જેમણે આરોપો મૂક્યા છે.

નવી દિલ્હી : દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના આમ આદમી પાર્ટીના નેતાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરશે. LG આમ આદમી પાર્ટીના નેતાઓ આતિશી, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને જસ્મીન શાહ વિરુદ્ધ કાર્યવાહી કરશે, જેમણે આરોપો મૂક્યા છે. LG વી. કે. સક્સેનાએ આરોપોને ખોટા અને બદનક્ષીભર્યા ગણાવ્યા છે.

લેફ્ટનન્ટ ગવર્નર ઓફિસના જણાવ્યા અનુસાર, બે લોકોના નિવેદનના આધારે આમ આદમી પાર્ટીના નેતાઓએ આ આરોપ લગાવ્યો છે. સીબીઆઈની તપાસમાં તેઓ પ્રથમ દૃષ્ટિએ ખાદી ગ્રામોદ્યોગ પંચમાં ભ્રષ્ટાચારમાં દોષી સાબિત થયા છે.

માત્ર 17.07 લાખ રૂપિયા જ જમા થયા - CBI તપાસ

માત્ર 17.07 લાખ રૂપિયા જ જમા થયા - CBI તપાસ

લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલયના જણાવ્યા અનુસાર, CBI તપાસમાં જાણવા મળ્યું છે કે, CVO દ્વારા દાવો કરાયેલા 22 લાખ નહીં, પરંતુ500 અને 1000 ની નોટોના સ્વરૂપમાં માત્ર 17.07 લાખ રૂપિયા જ જમા થયા છે.

ઉપરાજ્યપાલના કાર્યાલય અનુસાર, આ કેસ 17 લાખ 7 હજાર રૂપિયાનો હતો, જ્યારે AAP નેતાઓ દ્વારા તે 1400 કરોડ રૂપિયાનો હોવાનુંજણાવવામાં આવ્યું હતું.

આ કેસમાં સીબીઆઈએ બે આરોપી સંજીવ કુમાર મલિક અને પ્રદીપ યાદવ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે અને આકેસ હાલ કોર્ટમાં છે.

AAPના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કાનૂની કાર્યવાહીની LGની ધમકી પર કહ્યું કે, આ મામલે સ્વતંત્ર તપાસ થવી જોઈએ. જે રીતે મામલોહેન્ડલ કરવામાં આવ્યો, તે નેચરલ જસ્ટિસના આચાર્ય વિરુદ્ધ છે.

CBI હેડ ક્વાર્ટરની બહાર આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના ધરણા

CBI હેડ ક્વાર્ટરની બહાર આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના ધરણા

બીજી તરફ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ સીબીઆઈ હેડ ક્વાર્ટર પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનુંએક પ્રતિનિધિમંડળ પહેલેથી જ સીબીઆઈ હેડ ક્વાર્ટરમાં હાજર હતું, પરંતુ સીબીઆઈ અધિકારીઓએ તેમને એપોઈન્ટમેન્ટ આપી ન હતી.

આ પછી સંજય સિંહે CBI હેડ ક્વાર્ટરની બહાર આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સાથે ધરણા શરૂ કર્યા છે.

1400 કરોડ રૂપિયાની જૂની નોટો બદલવા માટે દબાણ

1400 કરોડ રૂપિયાની જૂની નોટો બદલવા માટે દબાણ

ઉલ્લેખનીય છે કે, સોમવારના રોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દુર્ગેશ પાઠકે દિલ્હી વિધાનસભામાં આરોપ લગાવ્યો હતો કે, વર્ષ2016માં ખાદી વિકાસ અને ગ્રામોદ્યોગ કમિશનના અધ્યક્ષ તરીકે ઉપરાજ્યપાલ વી. કે. સક્સેનાએ તેમના કર્મચારીઓ પર 1400 કરોડરૂપિયાની જૂની નોટો બદલવા માટે દબાણ કર્યું હતું.

દુર્ગેશ પાઠકે કહ્યું હતું કે, જ્યારે તેઓ KVICના ચેરમેન હતા, ત્યારે નોટબંધી થઈ હતી અને ત્યાં કામ કરતા એક કેશિયરે લેખિતમાંજણાવ્યું હતું કે, તેમને નોટો બદલવાની ફરજ પાડવામાં આવી હતી. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, પરંતુ અમે તેનીતપાસ ઈચ્છીએ છીએ. અસરગ્રસ્ત કર્મચારીઓના સમાચાર અને નિવેદનો પણ છે.

લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેના ચોર હૈ

લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેના ચોર હૈ

આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે, જ્યારે તેઓ (વીકે સક્સેના) KVICના પ્રમુખ હતા, ત્યારે તેમણે તેમના કેશિયર પર દબાણ કરીને જૂનીનોટો બદલી કરાવી હતી.

એકલા દિલ્હીની બ્રાન્ચમાં 22 લાખ રૂપિયા એક્સચેન્જ થયા હતા. દેશભરમાં આવી 7000 શાખાઓ છે એટલે કે1400 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હતું.

AAP ધારાસભ્યોએ આ મામલે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તપાસ અને લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાના રાજીનામા અનેધરપકડની માગ કરી હતી.

તેઓએ વિધાનસભા સંકુલમાં ગાંધી પ્રતિમા પાસે "લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેના ચોર હૈ" અને "વી. કે.સક્સેનાની ધરપકડ કરો" જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X