તૃણમૂલ સાંસદનું અવસાન, લોકસભા સ્થગિત

અંબિકા બેનર્જી 15મી લોકસભામાં પશ્વિમ બંગાળની હાવડા સીટથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ હતા. તે કેટલીક સંસદીય સમિતિઓના સભ્ય પણ રહ્યાં છે. પશ્વિમ બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યાં છે. અંબિકા બેનર્જીનું આજે સવારે નિધન થયું હતું. તે 84 વર્ષના હતા.
અધ્યક્ષે સદનના પૂર્વ સાંસદ સી કુપ્પૂસ્વાનીના નિધન અંગે જાણકારી આપી છે. તેમને 1998 થી 2009 સુધી તમિલનાડુની ચેન્નઇ ઉત્તર સીટનું પ્રતિનિધિત્વ કર્યું. તે સક્રિય મજદૂર સંઘ નેતા હતા અને અસંગઠિત વિસ્તારના મજદૂરો માટે તેમને ઘણું કામ કર્યું છે. કુપ્પૂસ્વામીનું નિધન 19 એપ્રિલ 2013ના રોજ 86 વર્ષની ઉંમરે થયું. સભ્યોએ થોડીવાર માટે મૌન રાખી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. ત્યારબાદ લોકસભા અધ્યક્ષ મીરા કુમારે સદનની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દિધી છે.












Click it and Unblock the Notifications
