બિમાર કેજરીવાલના ઘરે જ બોલાવાઇ પાણી પુરવઠાની બેઠક, મફત પાણીની જાહેરાત આજે
નવી દિલ્હી, 30 ડિસેમ્બર: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ઉત્સાહ જોવા જેવો છે. બિમાર હાલતામાં પણ તે પોતાના કામમાંથી રજા લઇ રહ્યાં નથી. ડાયરિયા અને તાવથી પીડિતા અરવિંદ કેજરીવાલે ભલે આજે ઓફિસ જઇ શક્યા નથી, પરંતુ જનતાને વાયદાઓથી પાછી પાની કરવાના નથી. આજે દિલ્હીમાં મફત પાણી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય થવાનો હતો, પરંતુ બિમાર હોવાના લીધે કેજરીવાલ ઓફિસ જઇ ન શક્યા.
લોકોને લાગ્યું કે આજે આ નિર્ણય લેવાશે નહી, પરંતુ દિલ્હીવાસીઓને મફત પાણી આપવા માટે બિમાર હોવાછતાં કેજરીવાલે પોતાના ઘરે એક બેઠક બોલાવી છે. આ બેઠક સાંજે ચાર વાગે અરવિંદ કેજરીવાલના ઘરે થશે. આ બેઠકમાં પાણી પુરવઠાના અધિકારીઓ ભાગ લેશે. માનવામાં આવે છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાણી પુરવઠાના અધિકારીઓની આજે જ બેઠક કરી 700 લીટર પાણી મફત આપવાનો નિર્ણય કરવાનો આદેશ કર્યો છે.

બિમાર અરવિંદ કેજરીવાલ પોતાનો એક દિવસ પણ નકામો જવા દેવા માંગતા નથી. બિમાર હોવાછતાં અરવિંદ કેજરીવાલ ઇચ્છે છે કે આ નિર્ણય આજે જ જાહેર કરવામાં આવે. બિમારીની અસર તે પોતાના કામ પડવા દેવા માંગતા નથી. એટલા માટે ડૉક્ટરોના પરામર્થ છતાં પણ અરવિંદ કેજરીવાલ આરામ કરવાના બદલે કામમાં લાગેલા છે. 4 વાગે દિલ્હી પાણી પુરવઠાના અધિકારીઓની સાથે તેમની મહત્વપૂર્ણ બેઠક થવાની છે. આ બેઠક બાદ અરવિંદ કેજરીવાલ 700 લીટર પાણી મફત આપવાને લઇને જાહેરાત કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
