રાહુલ ગાંધીમાં દેખાઇ ઇન્દિરાની ઝલક, ઘણા સાંસદોની અટકાયત
નેશનલ હેરાલ્ડ કેસમાં ED આજે ફરી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરી રહી છે. આનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય સાંસદોને પોલીસે વિજય ચોક પાસેથી કસ્ટડીમાં લીધા હતા.
નેશનલ હેરાલ્ડ કેસમાં ED આજે ફરી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરી રહી છે. આનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય સાંસદોને પોલીસે વિજય ચોક પાસેથી કસ્ટડીમાં લીધા હતા. ધરણા દરમિયાન રાહુલે દાદી ઈન્દિરા ગાંધી જેવું વલણ બતાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના તમામ સાંસદો રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન તેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ દરમિયાન રાહુલે જણાવ્યું કે,, 'અમને ધરણાં કરવા દેવાયા નથી. અહીં પોલીસનો નિયમ છે. આ ભારતની વાસ્તવિકતા છે.
મોદીજી રાજા છે. રાહુલ ગાંધી અને અન્યને પોલીસ બસમાં લઈ ગઈ હતી. તેઓને ક્યાં લઈ જવામાં આવ્યા હતા તે હજૂ સુધી જાણી શકાયું નથી.

કોંગ્રેસનો સંકેત - રાહુલ ગાંધી તેમના દાદી જેવા હોશિયાર
રાહુલ ગાંધીની પોલીસે અટકાયત કર્યા બાદ કોંગ્રેસે ટ્વીટ કરીને એક ફોટો અને કવિતાના અંશો શેર કર્યા છે. ફોટામાં રાહુલ ગાંધી તેમનાદાદી અને પૂર્વ વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીની સ્ટાઈલમાં જમીન પર બેઠેલા જોવા મળે છે. આ તસવીર દ્વારા કોંગ્રેસે એ દર્શાવવાનો પ્રયાસકર્યો છે કે, રાહુલ ગાંધી તેમની દાદીની જેમ જ ધારદાર છે.
|
રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરવાના હતા
કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર તપાસ એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવી રહી છે. આ મામલે આજે કોંગ્રેસના નેતાઓ રાષ્ટ્રપતિ ભવન તરફકૂચ કરવાના હતા.
તેઓ દિલ્હીના ઐતિહાસિક વિજય ચોક ખાતે એકઠા થયા હતા અને ત્યાં ધરણા કર્યા બાદ તેમની કૂચ શરૂ કરતા પહેલાતેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું કે, કોંગ્રેસના સાંસદોને વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરતાઅટકાવ્યા. તેમને બળજબરીથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
હવે અમે પોલીસ બસમાં છીએ. માત્ર વડાપ્રધાન અને ગૃહમંત્રી જ જાણે છે કે,અમને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે.
|
સોનિયા ગાંધીની બીજીવાર પૂછપરછ
કોંગ્રેસના સાંસદો અગાઉ પાર્ટીની રણનીતિ નક્કી કરવા સંસદમાં એકઠા થયા હતા. નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગકેસમાં ED દ્વારા આજે બીજી વખત સોનિયા ગાંધીની પૂછપરછ કરવામાં આવી હતી. રાહુલ ગાંધી આ કેસમાં પૂછપરછ માટે તપાસ એજન્સીસમક્ષ હાજર થઈ ચૂક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
