પંજાબમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓને વહેંચવામાં આવશે મફત યુનિફૉર્મ, આપ સરકારનો મહત્વનો નિર્ણય
પંજાબની સરકારી સ્કૂલોમાં ભણતા 8માં ધોરણ સુધીના બધા વિદ્યાર્થીઓને મફત યુનિફૉર્મ વહેંચાશે.
ચંદીગઢઃ પંજાબની સરકારી સ્કૂલોમાં ભણતા 8માં ધોરણ સુધીના બધા વિદ્યાર્થીઓ અને એસસી/એસટી/બીપીએલ ધારક છાત્રોને યુનિફૉર્મ વિતરણ કરવામાં આવશે. શિક્ષણમંત્રી ગુરમીત સિંહ મીત હેયરે આ ઘોષણા કરી. મીતે કહ્યુ કે અમારી સરકાર દ્વારા વિદ્યાર્થીઓને જલ્દી મફત યુનિફૉર્મ વિતરણ કરવામાં આવશે. તેમણે કહ્યુ કે આ વિશે શિક્ષણ વિભાગ તરફથી તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

રાજ્યની સત્તારુઢ આમ આદમી પાર્ટીના નેતા રહેલા ગુરમીતનુ કહેવુ છે કે સરકાર દ્વારા સરકારી સ્કૂલોના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓને મફત યુનિફૉર્મ આપવા માટે 92.95 કરોજ રુપિયા જાહેર કરવામાં આવ્યા છે. હેયરે શિક્ષણ વિભાગના અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે યુનિફૉર્મ ખરીદવા અને કોઈ પણ વિશેષ દુકાનથી યુનિફૉર્મ ખરીદવા સંબંધી લેખિત અને મૌળિક આદેશ ન આપવા, સરકારના આદેશનુ પાલન કરવુ. શિક્ષણ મંત્રી ગુરમીત સિંહના જણાવ્યા મુજબ વિભાગને સરકારી સ્કૂલોના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓને મફત યુનિફૉર્મ આપવા માટે 92.95 કરોડ રુપિયા જાહેર કરવામાં આવ્યા છે.
ખાનગી સ્કૂલોની ફી વધારવા પર તત્કાલ પ્રભાવથી રોક
થોડા સમય પહેલા મુખ્યમંત્રી ભગવંત માને પણ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે ખાનગી શાળાઓની ફી વધારવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત તમામ દુકાનોમાં બાળકોના ગણવેશ અને પુસ્તકો પણ ઉપલબ્ધ રહેશે. માને કહ્યુ હતુ કે કોઈપણ ખાનગી શાળા કોઈ ચોક્કસ દુકાનમાંથી બાળકોના પુસ્તકો અને ગણવેશ ખરીદવાનું કહેશે નહિ. આ માટે પંજાબ સરકાર ટૂંક સમયમાં પોલિસી બનાવીને જાહેર કરશે. તેમણે કહ્યુ કે ખાનગી શાળાઓને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ આ સત્રમાં પ્રવેશ ફીમાં એક રૂપિયાનો પણ વધારો નહિ કરે. ફી વધારા અંગે આગામી દિવસોમાં વિગતવાર માહિતી આપશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
