વિદેશ મંત્રીઓની SAARC બેઠક રદ્દ, તાલિબાનને પણ શામેલ કરવા માગતું હતું પાકિસ્તાન
સાઉથ એશિયન એસોસિયેશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC) ની મહત્વની બેઠક 25 સપ્ટેમ્બરના રોજ યોજાવાની હતી, પરંતુ મંગળવારના રોજ તેને રદ્દ કરવામાં આવી હતી. SAARC દેશોના વિદેશ મંત્રીઓ આ બેઠકમાં હાજરી આપવાના હતા.
નવી દિલ્હી : સાઉથ એશિયન એસોસિયેશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC) ની મહત્વની બેઠક 25 સપ્ટેમ્બરના રોજ યોજાવાની હતી, પરંતુ મંગળવારના રોજ તેને રદ્દ કરવામાં આવી હતી. SAARC દેશોના વિદેશ મંત્રીઓ આ બેઠકમાં હાજરી આપવાના હતા, પરંતુ પાકિસ્તાને તેમાં એક નવો મુદ્દો ઉઠાવ્યો હતો.
તાલિબાનના પ્રતિનિધિને શામેલ કરવાની પણ માંગ કરી હતી. જે બાદમાં જ્યારે સર્વસંમતિ ન બની, ત્યારે બેઠક રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને પાકિસ્તાન માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.

SAARCના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, યુએન જનરલ એસેમ્બલી આ સપ્તાહે ન્યૂ યોર્કમાં ચાલી રહેલા સત્ર દરમિયાન મળવાની હતી, પરંતુ શરૂઆતથી જ તેના વિશે અનિશ્ચિતતા હતી. આજ સુધી તે તમામ સભ્ય દેશોની સંમતિના અભાવે રદ્દ કરવામાં આવ્યું હતું. તાલિબાને અફઘાનિસ્તાનમાં સરકારની જાહેરાત કરી હોવા છતાં તેને હજૂ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી નથી. પાકિસ્તાન અને ચીન જેવા કેટલાક દેશો જ તેની હિમાયત કરી રહ્યા છે.
તાલિબાનના વિદેશ મંત્રી બ્લેક લીસ્ટમાં
તમામ સદસ્ય દેશોના વિદેશ મંત્રીઓ SAARC બેઠકમાં હાજરી આપવાના હતા. અત્યારે તાલિબાને અમીરખાન મુત્તકીને કાર્યકારી વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે, જેને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બ્લેક લીસ્ટ કરવામાં આવ્યા છે. આવી પરિસ્થિતિમાં શરૂઆતથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે, તાલિબાન સરકારનો કોઈ પ્રતિનિધિ બેઠકમાં ભાગ લેશે નહીં.
પાકિસ્તાને બીજી માંગ કરી
શરૂઆતમાં પાકિસ્તાન મક્કમ હતું કે, તાલિબાન સરકારના વિદેશ મંત્રીને બેઠકમાં શામેલ કરવા જોઈએ. જેના માટે મોટાભાગના દેશો અસહમત હતા. જે બાદ પાકિસ્તાને નવી માંગ ઉભી કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, અશરફ ગની સરકારના વિદેશ મંત્રીને કોઈપણ ભોગે સભામાં આમંત્રિત ન કરવા જોઈએ. ઘણા દેશોએ આ સામે વાંધો પણ ઉઠાવ્યો હતો. અંતે અફઘાન સંકટને ધ્યાનમાં રાખીને SAARC બેઠક રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
