અંબાણીના બહાને કેજરીવાલે મોદી પર તાક્યું તીર

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ વિરૂદ્ધ મોરચો ખોલી દિધો છે. આંતરા દિવસે આમ આદમી પાર્ટી અને તેના મુખિયા ભાજપ અને તેના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં જોવા મળે છે. વિજ કંપનીઓના બહાને ફરી એકવાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઇશારા ઇશારામાં નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે. દિલ્હીમાં વિજ કંપનીઓના કાપને લઇને આપવામાં આવી રહેલી ધમકીઓ પર કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે 'અનિલ અંબાણી દિલ્હીમાં વિજળી પર રાજકીય રમત રમી રહ્યાં છે? અહી કોનું રાજકારણ કરી રહ્યાં છે?'

અરવિંદ કેજરીવાલની આ ટ્વિટથી સ્પષ્ટ થઇ ગયું છે કે અનિલ અંબાણીનો સહારો લઇને નરેન્દ્ર મોદીનો વિરોધ કરી રહ્યાં છે. જો કે આ પહેલાં પણ આમ આદમી પાર્ટી ભાજપ અને નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કહી ચૂકી છે કે નરેન્દ્ર મોદી દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારને પાડી દેવા માંગે છે. એવામાં વિજ કંપનીઓના લાયસન્સ રદ કરવા અને વિજળીના મુદ્દે ભાજપના વિરોધ પ્રદર્શન પર આપે નિશાન સાધતાં કહ્યું હતું કે પાર્ટી દિલ્હીમાં અનિલ અંબાણીના હિતોની રક્ષા કરી રહ્યાં છે.

anil-ambani-kejriwal

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં વિજળી પુરી પાડનાર કંપનીઓ પૈસાનો હવાલો આપીને રાજ્યમાં વિજ કાપની ધમકી આપી રહી છે. એવામાં તમે આપની સરકારે દાવો કર્યો છે કે જો વિજ કંપનીઓ વિજ કાપ કરે છે તો તેમના લાયસન્સ રદ કરી દેશે. આ મુદ્દે તેમણે ઉપ રાજ્યપાલને પત્ર પણ લખ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X