મમતા અને મિત્રા સાથે ધક્કામુક્કી બાદ બંગાળમાં બબાલ

સૂત્રોના જણાવ્યા અનુસાર મમતા બેનર્જીએ તબિયત ખરાબ હોવાનું બહાનું બનાવીને મંગળવારે સાંજે વડાપ્રધાન મનમોહન સિંહ સાથે યોજાનારી બેઠક રદ કરી દિધી છે. અમિત મિત્રા સાથે ધક્કામુક્કી કરવામાં આવતાં ગુસ્સે ભરાયેલ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તા પણ હિંસા પર ઉતરી આવ્યા હતા. તેમને પશ્વિમ બંગાળના વિભિન્ન શહેરોમાં સીપીએમની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જી પોતાના મંત્રીઓ સાથે મંગળવારે દિલ્હી આવી હતી. મમતા બેનર્જી અને અમિત મિત્રા જ્યારે યોજના આયોગને કોમ્પ્લેક્સ પહોંચ્યા તો ત્યાં સીપીએમ અને એસએફઆઇના 150થી વધુ કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા. આ કાર્યકર્તા મમતા બેનર્જી હાય-હાય, ટીએમસી હાય-હાય, હત્યારી મમતા શરમ કરોના નારા લગાવી રહ્યાં હતા.
પોલીસે મમતા બેનર્જીને કારમાંથી ન ઉતરવાની સલાહ આપી હતી. આ દરમિયાન નારેબાજી કરતાં હાથમાં તખ્તીઓ લઇને વધુ પ્રદર્શનકારી કોમ્પ્લેક્સમાં ઘુસી ગયા. આ દરમિયાન પોલીસે મમતા બેનર્જીને ઘેરી લીધા પરંતુ અમિત મિત્રા પ્રદર્શનકારીના હાથે લાગી ગયા. આ દરમિયાન મમતા બેનર્જી અસભ્ય વર્તન એમ કહેતાં બિલ્ડિંગમાં જતી રહી.
અમિત મિત્રા જ્યારે યોજના ભવનની બિલ્ડિંગમાં જઇ રહ્યાં હતા ત્યારે સીપીએમ અને એસએફઆઇના કાર્યકર્તાઓને તેમને ઘેરી લીધા. અમિત મિત્રા સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી હતી. આ દરમિયાન મહિલા પ્રદર્શનકારીએ અમિત મિત્રાની છાતી પર બે મુક્કા માર્યા હતા. પ્રદર્શનકારીઓએ અમિત મિત્રાનો કુર્તો ફાડી નાખ્યો હતો. પ્રદર્શનકારી કોલકત્તામાં એસએફઆઇના વિદ્યાર્થી નેતા સુદીપ્તો ગુપ્તાની મોતના દોષીઓને જલદી ધરપકડ કરવાની માંગ કરી રહ્યાં હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
