તો શું નિતિશ-અડવાણી પોતાને ઇતિહાસ બનાવી દિધા?
નવી દિલ્હી, જૂનની ગરમી વચ્ચે ભારતીય રાજકારણમાં આવેલી રાજકીય ઉથલપાથલથી તાપમાનમાં વધારો થયો છે. રાજકીય વર્તુળમાં નવા સમીકરણોનો નવો અડ્ડો બની ગયો છે. ક્યાંક જૂના સાથીઓ છૂટા પડી રહ્યાં છે તો ક્યાંક નવા રાજકીય ગણિત માંડવામાં આવ્યું રહ્યું છે. ભાજપમાં આવેલું રાજકીય વાવાઝોડું બે જુના સાથીઓના વલણનું પરિણામ છે. નિતિશ કુમારે એનડીએનો સાથ છોડ્યો તો વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી નખરા બતાવવાનું શરૂ કરી દિધું. અને એ પણ એવા સમયે જ્યારે 10 મહિનામાં આરપારની લડાઇ છે.

ભાજપાના બે અનુભવી ખેલાડીઓએ છેલ્લી ઘડીએ દગો આપ્યો. જે નરેન્દ્ર મોદીના નામ પર આટલું મોટું રાજકીય નાટક રમવામાં આવ્યું, થોડા દિવસો પહેલાં તે જ નરેન્દ્ર મોદીના નામ પર આ લોકો નમો-નમો કરતાં જોવા મળતા હતા. નરેન્દ્ર મોદી મોદીની હિન્દુત્વવાદીની છાપને હથિયાર બનાવીને તેમના વિરૂદ્ધ ઉપયોગ કરનાર આ જ નેતાઓએ પણ તેમની પેટ ભરીને પ્રશંસા કરી હતી. તો પછી શું કારણ છે કે અડવાણી અને નિતિશ કુમારના નામ પર ભાજપમાં હોબાળો મચાવી દિધો.
નરેન્દ્ર મોદીના હિન્દુત્વથી દૂર રહેનર નિતિશ કુમારે તેને આધાર બનાવીને એનડીએ સાથે છેડો ફાડી નાખ્યો, એ જ નિતિશ કુમાર 2002માં થયેલા ગુજરાતના રમખાણો સમયે રેલવે મંત્રી હતા. સેક્યૂલર છાપનો રાગ છેડનાર નિતિશ કુમાર તે સમયે ચૂપ કેમ હતા. 2014ની કમાન નરેન્દ્ર મોદીના હાથમાં સોંપવામાં આવતાં જે અડવાણીએ ભાજપમાં ઉથલ-પાથલ મચાવી હતી, તે 2002ના રમખાણો સમયે ચૂપ કેમ હતા, જ્યારે તે ગૃહમંત્રી ઉપરાંત દેશના ઉપ-વડાપ્રધાન હતા. તે સમયે તેમને નરેન્દ્ર મોદીની હિન્દુત્વવાદી છબિથી કોઇ વાંધો ન હતો તો પછી આ દસ વર્ષોમાં એવું તે શું થયું કે નરેન્દ્ર મોદીના નામ પર નિતિશ-અડવણીએ નવી રાજકીય ચેસ પાથરી દિધી.
કારણ એ જ છે કે નરેન્દ્ર મોદી દમદાર વ્યક્તિ છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સતતવાર વિધાનસભાની ચૂંટણીમાં જીત અપાવીને પાર્ટીમાં રાષ્ટ્રીય સ્તર પોતાની દાવેદારીને મજબૂતી પ્રદાન કરી. નરેન્દ્ર મોદીએ પોતાના રાજકીય કૌશલ્યથી પાર્ટીમાં પોતાને સૌથી મોટા અને લોકપ્રિય નેતા તરીકે સ્થાપિત કરી દિધા. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની પણ એક ટુકડી નરેન્દ્ર મોદીમાં હિન્દુત્વના નાયકનું રૂપ જોવા લાગી છે. આ વાત ગોવાની રાષ્ટ્રીય કાર્યકારીણી અને ત્યારબાદ અડવાણીનું રાજીનામુ અને ત્યારબાદ રાજીનામું પરત ખેંચવાના નાટક બાદ સ્પષ્ટ થઇ ગયું છે. નરેન્દ્ર મોદીની આ છબિથી કેટલાક નેતાઓ બળતરા અનુભવે છે. નિતિશ કુમારે ભૂગર્ભ જઇ ચૂકેલા બિહારને વિકાસના પાટા પર ચઢાવીને રાષ્ટ્રનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. બિહારનો વિકાસ દર ગુજરાત કરતાં વધારે પહોંચાડી દિધો.
પરિણામ એવું આવ્યું કે નિતિશ કુમારની મહાત્વાકાંક્ષાઓ સાતમા આસમાને પહોંચવા લાગી, પરંતુ નરેન્દ્ર મોદી અને નિતિશ કુમારમાં મજબૂત વ્યક્તિત્વનો ભેદ નરેન્દ્ર મોદીને આગળ લઇ આવ્યો. રાષ્ટ્રીય રાજકારણમાં નરેન્દ્ર મોદીનું વધતા જતા કદથી નિતિશ કુમારને લાગવા લાગ્યું કે તેમના આગળ આવવાથી બિહારમાં મુસ્લિમોના વોટ તૂટી જશે. બિહારમાં 17 ટકા મુસલમાનોના વોટ છે. પોતાના મિત્ર અને દુશ્મન બંનેને સમજી વિચારીને પસંદ કરનાર નિતિશ કુમારનું ગણિત હતું કે જો નરેન્દ્ર મોદી છેડો છોડશે નહી તો બિહારના 17 ટકા મતદારો તેમનાથી મોંઢું ફેરવીને લાલૂ યાદવના પક્ષમાં જતા રહેશે.
નિતિશ કુમારે અનુભવ્યું કે નરેન્દ્ર મોદી અને મુસલમાનો બંને એકસાથે આવી ન શકે. જો કે નિતિશ કુમાર સમક્ષ પોતાની ધર્મનિરપેક્ષના વિજેતા જાહેર કરવા સિવાય બીજો કોઇ ઉપાય ન હતો અને તે માટે નરેન્દ્ર મોદી વિરોધ જરૂરી હતો, પરંતુ ધર્મનિરપેક્ષતા ત્યારે ક્યાં ગઇ હતી જ્યારે 2003માં ગુજરાતના રમખાણો બાદ ગુજરાતના કચ્છ જિલ્લાના આદીપુરમાં રેલવે મંત્રી તરીકે નિતિશ કુમારે નરેન્દ્ર મોદીના પેટ ભરીને વખાણ કર્યા હતા.
તે સમયે નિતિશ કુમારે કહ્યું હતું કે મને આશા છે કે નરેન્દ્ર ભાઇ બહુ દિવસ સુધી ગુજરાતના દાયરા સુધી સિમિત રહેશે નહી, અને દેશને તેમની સેવાનો લાભ મળશે. પોતાના તે નિવેદનના દસ વર્ષ બાદ નિતિશ કુમારે પોતાની આશા સાચી સાબિત થતી લાગવા લાગી, એટલે કે નરેન્દ્ર મોદી ગુજરાતના દાયરામાંથી બહાર નિકળીને દેશ તરફ આગળ વધવા લાગ્યા તો નરેન્દ્ર મોદીના નામ પર એનડીએથી છૂટા પડી ગયા. રાજ મતોનું રાજકારણ છે. નિતિશ જાણે છે કે તે વડાપ્રધાન પદની ઉમેદવારી કરી ન શકે, પરંતુ નરેન્દ્ર મોદીના કારણે તે પોતાના મુખ્યમંત્રીના પદને ગુમાવવા માંગતા નથી.
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી 85ની વર્ષની ઉંમરે માર્ગદર્શન આપવાના બદલે વડાપ્રધાન પદની લાલચથી મુક્ત થઇ રહ્યાં નથી. નરેન્દ્ર મોદીને ચૂંટણીની કમાન સોંપવામાં આવતાં અડવાણીનું સપનું રોળાતું નજરે પડ્યું. 2002માં ગુજરાતના રમખાણો બાદ ગોવામાં થયેલી રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠકમાં નરેન્દ્ર મોદી આરોપીની સામેલ થયા હતા. તેમના પર પદેથી રાજીનામું આપવાનું ભયંકર દબાણ હતું.
અટલ બિહારી વાજપાઇ ઇચ્છતા હતા કે નરેન્દ્ર મ્દોઈ રાજધર્મનું પાલન કરે અને પોતાના પદેથી રાજીનામું આપી દે. પરંતુ ત્યારે અડવાણીએ તેમને બચાવ્યા હતા. અગિયાર વર્ષ બાદ ગોવાથી જ નરેન્દ્ર મોદી વિજેતા તરીકે ઉભરી આવ્યા તો અડવાણી આ સહન ના થયું, અને તેમને પોતાના પદેથી રાજીનામું આપી દેવાનું પત્તું ફેક્યું. જો કે હવે તેમનું નાટક ખતમ થઇ ગયું છે, પરંતુ નરેન્દ્ર મોદીના નામ પર નિતિશ અને અડવાણીના નાટકે તેમનો અસલી ચહેરો સામે લાવીને મૂકી દિધો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
