રાજેશ તલવાર નિર્દોષ, કોર્ટનો ચૂકાદો ખોટો: તલવાર દંપતિ
ગાજિયાબાદ, 26 નવેમ્બર: દેશના સૌથી મર્ડર મિસ્ટ્રી આરૂષિ-હેમરાજ વિશે સોમવારે સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે આરૂષિના મમ્મી-પપ્પા રાજેશ-નૂપુર તલાવરને દોષી પુરવાર કર્યા હતા, બંનેની સજાનું એલાન આજે કરવામાં આવશે. ત્યારબાદ પ્રતિક્રિયાઓનું બજાર એકદમ ગરમ છે. કેટલાક લોકોએ ચૂકાદાને યોગ્ય ગણાવ્યો છે તો કેટલાક લોકોએ આ ચૂકાદાને નકારી કાઢ્યો છે.
આરૂષિની કાકી વંદના તલવારે કહ્યું છે કે જે પણ ચૂકાદો આવ્યો છે તે સંપૂર્ણ રીતે ખોટો છે અમે હાઇકોર્ટમાં અપીલ કરીશું. રાજેશ તલવારના ભાઇ દિનેશ તલવારે કહ્યું હતું કે 'હું અને મારો પરિવાર સીબીઆઇની કોર્ટના ચૂકાદાથી સંતુષ્ટ નથી. અમારા મતે આ ન્યાયનું ગળું દબાવવા બરાબર છે.'
દિનેશ તલવારે કહ્યું હતું કે રાજેશ-નૂપુરને નિર્દોષ સાબિત કરનારા તથ્યોને સીબીઆઇએ દબાવી દિધા અને કોર્ટ સમક્ષ રજૂ ન કર્યા. તેમને એ પણ કહ્યું કે સીબીઆઇ દ્વારા એકઠા કરવામાં આવેલા વૈજ્ઞાનિક તથ્યો દ્વારા પણ જાણવા મળે છે કે હત્યા ત્રણ નોકરોમાંથી કોઇ એકે કરી છે. પરંતુ સીબીઆઇ કોર્ટ સમક્ષ આ તથ્ય રજૂ ન કર્યા. ત્રણ નોકરો કૃષ્ણા, મંડલ અને રાજકુમારનો સમાવેશ થાય છે.

દિનેશ તલવારે આગળ કહ્યું હતું કે 'સીબીઆઇ દ્વારા કોર્ટ સમક્ષ પુરાવા રૂપે રજુ કરવામાં આવ્યું પાંચ નંબરનું ગોલ્ફ ક્લબ ધોવામાં આવ્યું ન હતું, પરંતુ તપાસ એજન્સીએ કોર્ટને જણાવ્યું કે ગોલ્ફ ક્લબને ધોવામાં આવ્યું હતું.
તો બીજી તરફ દંપતિએ આરૂષિ-હેમરાજની હત્યા માટે ભારતીય દંડ સંહિતા (આઇપીસી) કલમ 34, 302 અને 201 હેઠળ દોષી ગણવામાં આવ્યા હતા. રાજેશ તલવારને આઇપીસી કલમ 203ના દોષી ગણવામાં આવ્યા છે.
ચૂકાદા બાદ તલવાર દંપતિએ એક વક્તવ્યમાં કહ્યું કે તે એકદમ નિરાશ છે. તેમને કહ્યું કે 'અમને આવા ગુના માટે દોષી ગણવામાં આવતાં અમે એકદમ નિરાશ, આધાતજનક અને દુખી છીએ, જે અમે કર્યો નથી. અમે હાર્યા નથી અને ન્યાય માટે પોતાની લડાઇ ચાલુ રાખીશું.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
