AAP નેતા સંદીપ ભારદ્વાજ ઘરમાં લટકતી હાલતમાં મળી આવ્યા, આત્મહત્યાની આશંકા!
આમ આદમી પાર્ટીના નેતા સંદીપ ભારદ્વાજની લટકતી હાલતમાં લાશ મળી આવી છે. મળતી વિગતો અનુસાર, આ કેસમાં પોલીસને હજુ સુધી કોઈપણ પ્રકારની સુસાઈડ નોટ મળી નથી.
નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના નેતા સંદીપ ભારદ્વાજની લટકતી હાલતમાં લાશ મળી આવી છે. મળતી વિગતો અનુસાર, આ કેસમાં પોલીસને હજુ સુધી કોઈપણ પ્રકારની સુસાઈડ નોટ મળી નથી. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પોલીસને હત્યા કે આત્મહત્યા અંગે કોઈ ચોક્કસ પુરાવા મળ્યા નથી અને પોલીસ તપાસ કરી રહી છે.

મૃતક સંદીપ ભારદ્વાજ આમ આદમી પાર્ટીની ટ્રેડ વિંગ સાથે જોડાયેલા હતા. દિલ્હી AAPમાં સચિવ સંદીપ ભારદ્વાજ તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. અહેવાલો અનુસાર, દિલ્હી પોલીસને સાંજે 4.40 વાગ્યે કુકરેજા હોસ્પિટલ, રાજૌરી ગાર્ડનમાંથી ફોન પર લાશ હોસ્પિટલ લવાઈ હોલાનો કોલ આવ્યો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર, સંદીપ ભારદ્વાજને લટકતી હાલતમાં મળી આવ્યા બાદ તેના મિત્રો હોસ્પિટલ લઈ ગયા હતા. રિપોર્ટ્સ અનુસાર, આમ આદમી પાર્ટીની ટ્રેડ વિંગના સેક્રેટરી હોવા ઉપરાંત ભારદ્વાજનો માર્બલનો બિઝનેસ પણ છે. ભારદ્વાજે છૂટાછેડા લીધા હતા. પરિવારમાં તેમનો 20 વર્ષનો પુત્ર અને બે બહેનો છે. સંદીપના મૃત્યુ બાદ દિલ્હી પોલીસે ક્રિમિનલ પ્રોસિજર (CrPC)ની કલમ 174 હેઠળ કેસ નોંધ્યો છે. AAP નેતાના આ પગલા પાછળના કારણોની પોલીસે તપાસ શરૂ કરી છે.












Click it and Unblock the Notifications
