અમિત શાહનો ગુજરાત પ્રવાસ, સોમનાથ મંદિરે કરશે દર્શન, માટી કલા મહોત્સવમાં લેશે ભાગ
કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અમિત શાહ બે દિવસ માટે ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેઓ સોમનાથ મંદિરે દર્શન કરશે. આ સાથે અમદાવાદ અને જૂનાગઢમાં આયોજીત કાર્યક્રમોમાં પણ હાજરી આપશે.
ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. જેમાં તેઓ 2 ડિસેમ્બરની સવારે 10 કલાકે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે.

જે બાદ સવારે 11 કલાકે અમિત શાહ જૂનાગઢના પ્રકૃતિધામ ખાતે આયોજિત રૂપાયણ ટ્રસ્ટના જન્મ શતાબ્દી કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ બપોરે 3 કલાકે અમદાવાદના સાયન્સ સિટી ખાતે આયોજિત માટી કલા મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપશે.
બપોરે કેન્દ્રીય ગૃહ મંત્રી સાયન્સ સિટી, અમદાવાદ ખાતે આયોજિત માટી કલા મહોત્સવમાં ભાગ લેશે. કેન્દ્ર સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી કુંભારો અને માટીકામના કલાકારો ભાગ લેશે. કાર્યક્રમ અંતર્ગત માટીકામ પર એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં 5 હજારથી વધુ કલાકારો ભાગ લે તેવી શક્યતા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારના રોજ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં વિકિત ભારત સંકલ્પ યાત્રાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, 130 કરોડ ભારતીયોના પ્રયાસોથી જ ભારતનો વિકાસ અને દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર થઈ શકે છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે, અને જ્યારે આપણી આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે, ત્યારે ભારત વિશ્વના દરેક ક્ષેત્રમાં આગળ હશે. આ ધ્યેયને સિદ્ધ કરવા માટે સંકલ્પ લેવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
