junagadh violence : જૂનાગઢ હિંસામાં સગીરોની સંડોવણી સામે થશે કાર્યવાહી, બાળ સંરક્ષણ આયોગે લખ્યો પત્ર
Junagadh violence : રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા જૂનાગઢ જિલ્લામાં થયેલી હિંસા દરમિયાન પોલીસ અધિકારીઓ અને ટોળા વચ્ચે થયેલા ઘર્ષણ બાબત પર ધ્યાન આપ્યું હતું.
ઘટનાની વીડિયો ક્લિપના આધારે, બાળ અધિકાર સંસ્થાએ પોલીસ પર પથ્થરમારો કરતા ટોળામાં ઘણા સગીરોની હાજરી પર ચિંતા વ્યક્ત કરી હતી. નાગરિક સંસ્થાએ જિલ્લાના પોલીસ અધિક્ષકને પત્ર લખીને સાત દિવસમાં કાર્યવાહી કરવા જણાવ્યું છે.
NCPCRએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, પંચે CPCR એક્ટ, 2005ની કલમ 13 (1) (J) હેઠળ, ટ્વિટર પરના એક વીડિયોની જાતે નોંધ લીધી છે, જે જૂનાગઢમાં વ્યાપક હિંસા દર્શાવે છે. આ વીડિયો દ્વારા તે સ્પષ્ટ છે કે, ઘણા સગીર બાળકોને પથ્થરમારો કરતા જોવામાં આવ્યા છે અને આગળ તેઓ ભીડનો ભાગ બનતા જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ મહાનગરપાલિકાએ 14મી જૂનના રોજ મજેવડી દરવાજા પાસે આવેલી એક મસ્જિદને જમીનની માલિકીના દસ્તાવેજો રજૂ કરવા નોટિસ ફટકારી હતી. જે બાદ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ત્યારથી હિંસા વધી હતી.
શુક્રવારે રાત્રે મજેવડી દરવાજા દરગાહ પાસે લગભગ 500-600 વિરોધીઓએ પથ્થરમારો કર્યો અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. આ ઘટનાના સંબંધમાં લગભગ 174 લોકોની અટકાયત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા અને દેખાવકારો પર લાઠીચાર્જ પણ કર્યો હતો.
કમિશને આરોપ લગાવ્યો છે કે, જુવેનાઈલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ, 2015ની કલમ 83(2) અને 75 અને ભારતીય દંડ સંહિતા, 1860ની અન્ય સંબંધિત જોગવાઈઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ 83(2) એ પુખ્ત વયના લોકો અથવા જૂથોને વ્યક્તિગત રીતે અથવા ગેંગ તરીકે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે 5 લાખ સુધીના દંડની સાથે સાત વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. આ જ કાયદાની કલમ 75 હેઠળ, કોઈ વ્યક્તિ પર હુમલો કરવા, છોડી દેવા, દુર્વ્યવહાર કરવા અથવા બાળકોની જાણી જોઈને અવગણના કરવા બદલ સજા થઈ શકે છે.
National Commission for Protection of Child Rights (NCPCR) writes to Junagadh SP and requests his offices to initiate necessary inquiry, appropriate and necessary action in Junagadh Violence in which minor children are made to be part of the violence activities: NCPCR https://t.co/2ezmjvKkb6 pic.twitter.com/sb01otgp7c
— ANI (@ANI) June 18, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
