Video: 37,000 આહિરાણીઓએ દ્વારકામાં કર્યો મહારાસ
કૃષ્ણ ભગવાનની નગરી એવી દ્વારકા નગરીમાં આહિર સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરના આહિર બહેનોએ દ્વારકામાં મહારાસ કર્યો હતો.

આહીર સમાજની 37,000 થી વધુ મહિલાઓ પરંપરાગત પોશાક પહેરીને આજે યાત્રાધામ દ્વારકામાં મહારાસના કાર્યક્રમમાં જોડાઈ હતી. અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા આ ભવ્ય રાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
અખિલ ભારતીય યાદવ સમાજ અને આહિરાણી મહિલા મંડળે પણ આ કાર્યક્રમના આયોજન માટે સહયોગ આપ્યો હતો. મહારાસ જે કેમ્પસમાં યોજવામાં આવ્યો હતો તેને નંદ ધામ કેમ્પસ નામ આપવામાં આવ્યું હતું.
આયોજકોના જણાવ્યા મુજબ, સમગ્ર વિશ્વમાંથી અને મુખ્યત્વે સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી 37,000 થી વધુ આહીર મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે નોંધણી કરાવી હતી અને જોડાઈ હતી. આ કાર્યક્રમમાં લગભગ દોઢ લાખ આહિર યાદવ સમાજના લોકો પણ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મહારાસમાં ભાગ લેનાર તમામ 37,000 આહિરાણીઓને ભેટ રૂપે ભગવત ગીતા પુસ્તક આપવામાં આવ્યું હતું. મેદાનની સફાઈ, તંબુ બાંધવા, પાર્કિંગની વ્યવસ્થા, મહેમાનોના રહેવા-જમવા વગેરેની તૈયારીઓ એક મહિના પહેલા શરૂ થઈ ગઈ હતી.
નોંધનીય છે કે જામનગરના સાંસદ પૂનમબેન માડમે પણ પરંપરાગત પોશાક પહેરી મહારાસમાં ભાગ લીધો હતો. તમામ આહિર સમાજની બહેનોએ આહિરોના પરંપરાગત પોશાક પેરણું કાપડું પહેર્યાં હતાં. આ અદ્ભુત નજારો જોઈ સૌકોઈ ભવ્યતા અનુભવ્યા હતા.
આ ઉપરાંત, આહીર મહિલાઓએ એક દિવસ પહેલા દ્વારકાધીશ મંદિરના ધાર્મિક ધ્વજનું સામૂહિક પૂજન પણ કર્યું હતું. આ કાર્યક્રમને કારણે સમગ્ર દ્વારકા નગરમાં ભારે ભીડ જામી હતી.
મહારાસનો વીડિયો જુઓ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
