જામનગરમાં 55% મતદાન, રાજવીઓ, નેતાઓથી લઈને નાગરિકોએ આપ્યો પોતાનો મત
Jamnagar Lok Sabha Election 2024 Phase 3: જામનગરમાં લોકશાહીના પર્વમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. લગભગ 57 ટકા મતદાન થયુ. જામનગરમાં રાજવીઓ, ધારાસભ્યો, નેતાઓ અને અધિકારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સવારે 7 વાગ્યાથી જ લોકોમાં વોટિંગ માટે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
જામનગર જિલ્લામાં સવારથી જ મતદાન મથકોએ લોકોની લાઈનો જોવા મળી હતી. મતદાનને પોતાની નૈતિક ફરજ અને હક સમજી લોકોએ તેમાં ભાગ લીધો હતો. મહિલાઓ, યુવાનો અને સીનિયર સિટીજનો મતદાનમાં ભાગ લેવા પહોંચી ગયા હતા.

તમને જણાવી દઈએ કે જામનગર જિલ્લામાં કુલ 1881 મતદાન મથકો છે. જેમાંથી 5 વિધાનસભા મતદાર વિભાગમાં કુલ 1247 મતદાન મથકો છે. આ તમામ મતદાન મથકોએ શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયુ હતુ.
જામનગરના રાજવીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ સામાન્ય નાગરિકાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જામનગરના રાજવી શ્રીજામસાહેબ તેમજ લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમે પણ પરિવાર સાથે નવાગામ ખાતે મતદાન કર્યુ હતુ. કેબિનેટ મત્રી રાઘવજી પટેલે નારણપર ખાતે મત આપ્યો હતો.
વળી, જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ મ્યુનિસિપલ હાઈસ્કૂલ, ધારાસભ્ય રિવાબા જાડેજાએ પંચવટી કોલેજ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ ધ્રોલના ખરવા, ભાજપ મીડિયા પ્રવકતા ભાર્ગવ ઠાકરે જામનગર અને કાજલબેન હિંદુસ્તાનીએ મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યુ હતુ.
જામનગર રહેવાસી ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ આઈપીએલના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી ગયા હતા. વળી, તેમના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને બહેન નયનાબા જાડેજાએ પણ મત આપ્યો હતો. ધોમધખતા તાપમાં પણ લોકોએ મતદાન કરવા અનેરો ઉત્સાહ બતાવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
